સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ રદ કરવાની અરજી ફગાવી, કોણે કરી હતી આ અરજી? | મુંબઈ સમાચાર
નેશનલમહારાષ્ટ્ર

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ રદ કરવાની અરજી ફગાવી, કોણે કરી હતી આ અરજી?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Assembly Election 2024)ના મતદાનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટે (Suprime Court) રદ કરી દીધી છે. ચેતન ચંદ્રકાંત આહિરે આ અરજી કરી વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોને રદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો. કે, તે ચૂંટણીમાં આશરે 75 લાખ મતદાતાઓ નકલી હતા જેમણે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કર્યું હતું.

હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખી સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. હવે જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખીને અપીલ ફગાવી દીધી હતી. આ અરજીમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં મતદાર યાદીમાં અનિયમિતતા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મત ગણતરી અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની વિશ્વસનીયતા મામલે પણ અનેક આરોપ મુકવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: આવા કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા? જાણો શું છે મામલો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ

ચેતન ચંદ્રકાંત આહિરે અને વંચિત બહુજનના પ્રમુખ પ્રકાશ આંબેડકરે આ આરોપો લગાવીને અરજી કરી આરોપ એવો હતો કે, મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂટણીના મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ લગભગ 75 લાખ મતદારોએ સાંજે 6 વાગ્યા પછી પણ મતદાન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ આરોપા સાથે ચૂંટણીના પરિણામો રદ કરવા માટે અરજી કરી હતી પરંતુ તે અરજીને ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી તો આ લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખીને અરજી ફગાવી દીધી છે.

વોટ ફોર ડેમોક્રેસી પણ ચૂંટણી અંગે સંશોધન કર્યું

મહત્વની વાત એ પણ છે કે, મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મામલે વોટ ફોર ડેમોક્રેસીએ સંશોધન કર્યું છે, જે રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નવેમ્બર 20224માં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળી છે. આ અહેવાલમાં ભારતીય ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર રીતે જે ડેટા આપવામાં આવ્યો હતો તેના પર સવાલો કરવામાં આવ્યાં હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button