મહારાણા પ્રતાપથી રાઠોડ વંશ સુધી…રાજસ્થાનના આ પાંચ રાજવી પરિવારોની સંપત્તિ આજે કરોડોમાં છે, જાણો ભવ્ય ઈતિહાસ

Rajasthan: રાજસ્થાનને ‘રાજાઓની ભૂમિ’ તરીકે ઓળખવામાં આવી છે. રાજ્યનું ઐતિહાસિક મહત્ત્વ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ રાજવંશોએ રાજ્યને સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર તરીકે મહત્ત્વપૂર્ણ યોગાદન આપ્યું હતું. ‘પધારો મ્હારે દેશ’ ઉક્તિને ચરિતાર્થ કરતા રાજસ્થાનના આતિથ્ય સત્કારથી લઈને રાજવી પરિવારોના વૈભવ હજુ આજની તારીખે ભૂલી શકાય નથી. ભારત દેશ 1947માં આઝાદ થઈ ગયો હતો, ત્યાર બાદ ભારતના તમામ રજવાડાઓનું ભારતમાં કેન્દ્રીકરણ કરી લેવામાં આવ્યું હતું. મોટાભાગના રજવાડાં પોતાની મરજીથી કેન્દ્રીકરણને સ્વીકાર્યું તો કેટલા સાથે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી પડી હતી. હવે આ રજવાડાઓ પાસે અત્યારે સંપત્તિ કેટલી છે? તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યાં છે. રાજસ્થાનના આ 5 રાજવી પરિવારો પાસે કેટલી સંપત્તિ છે? તો ચાલો જાણાએ વિસ્તૃત અહેવાલ.
મહારાણા પ્રતાપના વંશજનું થયું નિધન
આજે 16 માર્ચ 2025ને આજે મહારાણા પ્રતાપના વંશજ અને મેવાડ રાજ પરિવારના મુખ્ય સભ્ય એવા મહારાણા અરવિંદ સિંહ મેવાડનું અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અરવિંદ સિંહ મેવાડ રાજવંશના 76મા રક્ષક અને એકલિંગજી મહાદેવના દિવાન હતાં. ભારતના ઈતિહાસમાં રાજસ્થાનને રાજાઓની ભૂમિ કહેવામાં આવતી હતી. અહીંના રાજાઓએ રાજ્યના સાંસ્કૃતિક વારસામાં મોટું યોગદાન પણ આપેલું છે. ભારતમાં 1971માં 26મા બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને રજવાડાઓના શાહી વિશેષાધિકારો અને ખાનગી સંપત્તિ નાબૂદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…‘મહાકુંભ’ને ‘મૃત્યુકુંભ’ કહેનારા મમતાદીદી પર આદિત્યનાથે સાધ્યું નિશાન, કહ્યું ‘મૃત્યુંજય’ છે…
મારવાડનો રાઠોડ રાજવંશ (જોધપુર)
રાઠોડ રાજવંશે મારવાડ પ્રદેશ પર શાસન કર્યું હતું, જેની રાજધાની જોધપુર હતી. મેહરાનગઢ કિલ્લો રાઠોડ રાજવંશની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. રાઠોડ વંશના ઉત્તરાધિકારી મહારાજા ગજસિંહ દ્વિતીય છે. તેમના વ્યવસાય અને મિલકતની વાત કરવામાં આવે તો, તેમની પાસે ઉમ્મેદ ભવન પેલેસ અને મેહરાનગઢ કિલ્લા સહિત ઘણી મિલકતો છે. કેટલી મિલકત છે, તેનો કોઈ ચોક્કસ આંકો તો નથી પરંતુ આ પરિવાર કરોડો રૂપિયાનો માલિક હોવાનો અંદાજ પણ છે.
બિકાનેરનો રાઠોડ રાજવંશ
બિકાનેરની સ્થાપના 1465 માં રાવ બીકાએ કરી હતી, તેઓ પણ રાઠોડ વંશના હતાં. બિકાનેરના ભૂતપૂર્વ રાજવી પરિવારના મહારાજા રવિ રાજ સિંહનું 45 વર્ષની ઉંમરે 2022માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રવિરાજ સિંહે પોતાનું શાળાકીય શિક્ષણ અજમેરની માયો કોલેજમાંથી મેળવ્યું હતું. તેઓ મહારાજા ગંગા સિંહના પૌત્ર હતા. તેમના નામે 2 લાખ 84 હજાર વીઘા જમીન દાનમાં આપવાનો રેકોર્ડ છે. અત્યારે તેમની પાસે લાલગઢ પેલેસ અને અન્ય મિલકતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મેવાડનો ગેહલોત/સિસોદિયા રાજવંશ
આ રાજવંશ રાજસ્થાનના સૌથી પ્રતિષ્ઠિત રાજવંશોમાંનો એક છે, જેણે મેવાડ પ્રદેશ પર શાસન કર્યું હતું. મહારાણા પ્રતાપ જેવા બહાદુર યોદ્ધાઓ આ વંશના હતા. મેવાડ રાજવી પરિવારના અગ્રણી સભ્યોમાંના એક અરવિંદ સિંહ મેવાડનું લાંબી બીમારી બાદ 16 માર્ચ, 2025ના રોજ અવસાન થયું હતું. જોકે, ઉદયપુરમાં રાજવી પરિવારના મોટા પુત્ર અને ભૂતપૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડને ગાદી પર બેસાડમાં આવ્યાં હતાં. મેવાડ રાજવંશની મિલકતોની વાત કરવામાં આવે તો સિટી પેલેસ, લેક પેલેસ હોટેલ અને ઉદયપુરમાં આવેલી અન્ય વારસાગત મિલકતોનો સમાવેશ થાય છે. તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો…Kedarnathમાં ગેર-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ, ધારાસભ્યએ કરી આ રજૂઆત
જયપુરનો કછવાહા રાજવંશ
કછવાહા રાજવંશે જયપુર પર શાસન કર્યું હતું. જયપુર શહેરની સ્થાપના મહારાજા સવાઈ જયસિંહ બીજાએ કરી હતી. આ લોકો રામના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કરે છે. મહામહિમ ભવાની સિંહ તેના છેલ્લા મહારાજા હતા. ભવાની સિંહને કોઈ પુત્ર નહોતો તેથી 2002 માં તેમણે તેમની પુત્રીના મોટા પુત્ર પદ્મનાભ સિંહને દત્તક લીધો. વર્ષ 2011માં, પદ્મનાભ સિંહને અનધિકૃત રીતે જયપુરનું ગાદી મળી. રાજવી પરિવારની મિલકતોમાં સિટી પેલેસ, રામબાગ પેલેસ અને અન્ય વારસાગત મિલકતો છે. તેમની મિલકત પણ કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે.
અલસીસરનો રાજવી પરિવાર
રાજસ્થાનના ભૂતપૂર્વ રાજવી પરિવારોમાંનો એક અલસીસરનો રાજવી પરિવાર છે. એટલું જ નહીં પરંતુ આ પરિવાર હજી પણ શાહી પરંપરાઓ સાથે જીવે છે. આ રાજવી પરિવારના વર્તમાન વડા અભિમન્યુ સિંહ છે, જેમને ખેત્રીના રાજા તરીકે ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ રાજવી પરિવાર પાસે જયપુર અને રણથંભોરમાં અનેક મોટી હવેલીઓ છે, જેમાંથી અલસીસર હવેલીને હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ પરિવાર પાસે પણ કરોડોની સંપત્તિ હોવાનું અનુમાન છે.