ધર્મતેજનેશનલરાશિફળ

બની રહ્યો છે મહાલક્ષ્મી યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહોમાં ચંદ્રમા જ એકમાત્ર સૌથી વધારે ઝડપથી ગોચર કરતો ગ્રહ છે. ચંદ્રમા એક રાશિમાં માત્ર અઢી દિવસ જ રહે છે અને આટલા ઝડપથી ગોચર કરવાને કારણે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે ચંદ્રમાની યુતિ થતી જ રહે છે. ચંદ્રમાનો સંબંધ મન, મનોબળ, સ્વભાવ, કળા, રચનાત્મકતા વગેરે સાથે છે અને ચંદ્રના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં મિથુન રાશિમાં ચંદ્રમા અને મંગળની યુતિ થશે, જેને કારણે મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આ રાજયોગ ખુબ જ શુભ ગણાય છે અને આ રાજયોગના નિર્માણથી જાતકોના માન- સન્માન, પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, યશ વૈભવ, ઐશ્વર્ય વગેરેમાં વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ મિથુન રાશિમાં મિથુન રાશિમાં ચંદ્રમા અને મંગળની યુતિથી બનનાર મહાલક્ષ્મી યોગથી કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.

વૈદિક જ્યોતિષ અનુસાર હાલમાં ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે અને તેઓ 20મી ઓક્ટોબર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આ સાથે સાથે જ ચંદ્રમા 24મી સપ્ટેમ્બના રોજ સવારે 9.55 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 26મી સપ્ટેમ્બર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આવી પરિસ્થિતિમાં ચંદ્ર અને મંગળની યુતિ થઈ રહી છે, જેને કારણે મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે, જેનાથી અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે-

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ મહાલક્ષ્મી યોગ શુભ પરિણામ લઈને આવશે. આકસ્મિક ધનલાભ થશે. તમારા પ્રયાસો સફળ થશે. વેપારમાં લાભ થઈ શકે છે, પણ પાર્ટનરશિપમાં કરાયેલા વેપારમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.

ધન:
ધન રાશિના જાતકો માટે મહાલક્ષ્મી રાજયોગ ખુબ લાભદાયી રહેશે. આ રાશિના જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયરમાં પણ લાભ થશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબધ સ્થપાઈ શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

કુંભઃ
કુંભ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આધ્યાત્મમાં રૂચિ વધશે. કરિયરના ક્ષેત્રમાં તમને ઉચ્ચ પદની સાથે પગારમાં વધારો મળી શકે છે. વેપારમાં પણ તમને સારો એવો નફો થઈ શકે છે. ભાગીદારીમાં કરાયેલા વેપારથી લાભ થશે. આયાત નિકાસના વેપારમાં પણ ફાયદો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત