કુંભ મેળો સંપન્ન થતાં જ ક્યાં જતા રહે છે આ Naga Sadhuઓ? તેમની રહસ્યમયી દુનિયામાં એક ડોકિયું…
144 વર્ષ બાદ સમગ્ર દેશ હાલમાં એક અદ્ભૂત સંયોગનો અનુભવ કરી રહ્યો છે અને આ સંયોગનું નામ છે મહાકુંભ-2025 (MahaKumbh-2025). મહાકુંભમાં ભાગ લેવા માટે ખૂણે-ખૂણે નાગા સાધુ (Naga Sadhu) આવે છે. નાગા સાધુઓ કુંભમાં મુખ્ય આકર્ષણ હોય છે, પરંતુ જેવું કુંભનું સમાપન થાય એટલે આ નાગા સાધુઓ પણ ગુમ થઈ જાય છે. ક્યારેય વિચાર્યું છે ખરું કે તો પછી આખરે આ નાગા સાધુઓ બાકીના સમય ક્યાં રહે છે? ચાલો આજે અમે અહીં તમને નાગા સાધુઓની રહસ્યમયી દુનિયા વિશે, કુંભ પૂરો થયા બાદ આ નાગા સાધુઓ કેવા પ્રકારનું જીવન જીવે છે.
મળતી માહિતી અનુસાર કુંભમાં નાગા સાધુઓ બે ખાસ અખાડામાંથી આવે છે, જેમાંથી એક અખાડો છે વારાણસીનું મહાપરિનિર્વાણ અખાડો અને બીજો છે પંચ દશનામ જૂનો અખાડો. હાથમાં ત્રિશૂલ, શરીર પર ભસ્મ, ગળામાં રૂદ્રાક્ષની માળા અને ઘણી વખત તો શરીર પ્રાણીઓની ચામડી લપેટીની આ નાગા સાધુઓ કુંભમાં આવે છે.
કુંભમાં પહેલું શાહી સ્નાન નાગા સાધુઓ કરે છે અને ત્યાર બાદ અન્ય શ્રદ્ધાળુઓને કુંભ સ્નાન કરવાની પરવાનગી આપવામાં આવે છે. નાગા સાધુ બાકીના દિવસોમાં દિગમ્બર સ્વરૂપ એટલે કે નિર્વસ્ત્ર નથી રહેતાં. સમાજમાં દિગમ્બર સ્વરૂપ સ્વીકાર્ય નથી એટલે આ સાધુ કુંભ બાદ ગમછો લપેટીને આશ્રમમાં રહે છે.
દિગમ્બર શબ્દનો અર્થ જાણીએ તો તેનો અર્થ થાય છે ધરતી અને અંબર. નાગા સાધુઓનું એવું કહેવું છે કે ધરતી એમની પથારી અને અમ્બર એમનું ઓઢવાનું છે, એટલે તેઓ કુંભની અમૃત વર્ષામાં નાગા સ્વરૂપમાં જ આવે છે.
આ પણ વાંચો : મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
કુંભ પૂરો થતાં જ નાગા સાધુઓ પોત-પોતાના અખાડામાં પાછા ફરે છે અને આ અખાડામાં નાગા સાધુઓ ધ્યાન અને સાધના કરે છે. આ સાથે સાથે જ તેઓ ધાર્મિક શિક્ષણ પણ આપે છે. તેમની જીવનશૈલી તપસ્વીનીની હોય છે. અનેક નાગા સાધુઓ હિમાલય, જંગલ અને અન્ય એકાંતવાળા સ્થળોએ તપસ્યા કરવા જાય છે. જ્યારે બીજા કેટલાક નાગા સાધુઓ પોતાના શરીર પર ભસ્મ લગાવીને હિમાલયમાં તપસ્યા કરવા પહોંચી જાય છે. અહીં તેઓ કઠોર તપસ્યા કરીને ફળ-ફૂલ ખાઈને ગુજરાન ચલાવે છે.
આ ઉપરાંત કેટલાક નાગા સાધુઓ કુંભ બાદ તીર્થ સ્થળો પર પણ રહે છે. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક ખાતે તેઓ રહે છે. ભિક્ષા માંગીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. આ સિવાય નાગા સાધુ ધાર્મિક યાત્રાઓ પણ કરે છે. છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ માહિતી? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.