મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
![Attack on Kinnar Akhara Kalyani Nandgiri](/wp-content/uploads/2025/02/kinnar-akhada.webp)
પ્રયાગરાજ મહાકુંભના સેક્ટર 9માં આવેલા કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદગીરી ઉર્ફે છોટી મા પર ગુરુવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. હુમલાખોરોએ કલ્યાણી નંદગીરીના શિષ્યો પર પણ હુમલો કર્યો હતો. કલ્યાણી નંદગીરી અને તેમના શિષ્યોને સારવાર માટે મહાકુંભની સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.
જ્યારે કલ્યાણી નંદગીરી ઉર્ફે છોટીમાં પોતાની કારમાં અખાડા કેમ્પમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક લોકો આશીર્વાદ લેવાને બહાને કાર પાસે આવ્યા હતા અને વાહનને ઉભું રખાવ્યું હતું.. વાહન રોકીને જેવા છોટીમાં કારની બહાર નીકળ્યા ત્યારે તેમના પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમના બચાવ માટે દોડેલા શિષ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં છોટીમાં ઉપરાંત તેમના શિષ્યો પણ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : મહાકુંભમાં ડુબકી લગાવવા પહોંચ્યા સુનિલ શેટ્ટી, પણ વ્યવસ્થા વિશે…
હેમાંગી સખી પર પણ હુમલો થયો હતોઃ-
થોડા સમય પહેલા કિન્નર અખાડાના જગતગુરુ હેમાંગી સખી પર પણ હુમલો થયો હતો, જેમાં તેઓ ગંભીર પણે ઘાયલ થયા હતા. આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પર આ હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. આ હુમલાને મમતા કુલકર્ણી કેસ સાથે જોડવામાં આવી રહ્યો હતો કારણ કે હેમાંગી સખીએ મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક સામે સવાલ ઉઠાવ્યા હતા