‘મહાકુંભ’માં જવાનું વિચારી રહ્યો છો, જાણી લો પ્રયાગરાજની આસપાસ લોકોની શું સ્થિતિ છે?
![prayagraj prepares for mahakumbh](/wp-content/uploads/2025/02/mahakumbh-prayagraj-preparations.webp)
પ્રયાગરાજ: હાલ આસ્થાના મહોત્સવ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુ આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. દેશભરમાંથી રોજ લાખો શ્રદ્ધાળુઓ બસ, કાર અને ટ્રેન મારફત પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં સંખ્યામાં બેવડો વધારો થયો છે. હાલમાં પ્રયાગરાજ નહીં, પરંતુ એની આસપાસના હાઈ-વે પર પણ પગ મૂકવાની જગ્યા નથી. ટ્રાફિક જામની સ્થિતિને લઈને પ્રયાગરાજને જોડનારા સેંકડો કિલોમીટરના ધોરીમાર્ગો પણ જનસૈલાબ ઉમટી પડ્યો છે, તેમાંય વળી બબ્બે દિવસથી એક જ જગ્યાએ લોકો ફસાયા હોવાથી લોકોની પરેશાની વધી છે.
Also read : પ્રયાગરાજમાં તો માનવ મહેરામણઃ પણ યુપીના આ મંદિરોમાં પણ ભક્તોએ લગાવી ભીડ, ભારે હેરાનગતિ
![](/wp-content/uploads/2025/02/mahakumbh-.jpeg)
ટ્રાફિકજામને કારણે ખરાબ પરિસ્થિતિ
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા 27 દિવસમાં 43 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. સપ્તાહના અંતે પ્રયાગરાજમાં ટ્રાફિક જામને કારણે ખરાબ પરિસ્થિતિ હતી. મહાકુંભમાં આજે પણ પરિસ્થિતિ ખરાબ છે. પ્રયાગરાજ તરફ જતા દરેક રસ્તા પર વાહનોની લાંબી લાઇન લાગી છે. હાલ લાખો લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા છે. પ્રયાગરાજની આસપાસના વિસ્તારોમાંથી પસાર થવામાં પણ બે કલાકના બદલે સાત-સાત કલાક લાગતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કયા માર્ગ પર જામની સ્થિતિ?
હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં શાહી સ્નાનને લઈને અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ છે. જેમાં મધ્યપ્રદેશમાં રીવાથી પ્રયાગરાજ જતા માર્ગ પર, આગ્રાથી પ્રયાગરાજ જતા માર્ગ પર, ગોરખપુરથી પ્રયાગરાજ જતા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ છે. વસંત પંચમી બાદ શનિવારે સતત પાંચમા દિવસે શહેરવાસીઓ અને શ્રદ્ધાળુઓને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો છે. શહેરથી લઈને છેક જિલ્લાના પ્રવેશદ્વારો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. જો કે આ સ્થિતિમાં મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા બાદ શહેરોની શેરીઓ પણ બ્લોક થઈ ગઈ છે. જિલ્લાની હદને અડીને આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પણ સવારથી રાત સુધી 10-10 કિમી સુધી વાહનો લાઇનમાં ફસાયા છે.
ક્યાં ક્યા લાગ્યો છે ટ્રાફિક જામ
મધ્ય પ્રદેશના રીવાથી પ્રયાગરાજ, આગ્રાથી પ્રયાગરાજ, ગોરખપુરથી પ્રયાગરાજમાં વિશેષ ટ્રાફિક જામ છે. ભીડનું કારણ શું છે. બારમી ફેબ્રુઆરીના માઘી પૂર્ણિમાનું સ્નાન છે અને મહાકુંભનું અંતિમ સ્નાન છે. કલ્પવાસી પોતપોતાના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે, તેથી લોકોની સંખ્યામાં વધારો થયો છે. વીકએન્ડને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે.
Also read : Mahakumbh માં શ્રદ્ધાનો મહાસાગર, પણ ભક્તોને કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલીઓનો સામનો
આ તારીખોમાં વધારે ભીડ હશે, શા માટે?
પંદર ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ જવાનું ટાળો, બારમી ફેબ્રુઆરીના માઘી સ્નાનને કારણે ભીડ વધારે રહેશે. પંદરમી ફેબ્રુઆરી સુધી અયોધ્યા-કાશી દર્શન પછી શ્રદ્ધાળુઓની ભીડ વધારે જોવા મળશે. સંગમ સુધી જવા માટે જીદ કરશો નહીં, જ્યાં સ્નાન કરવાનું મળે ત્યાં કરી લેવું. સંગમની નજીક પ્રયાગરાજ સ્ટેશન હોવાને કારણે સૌથી વધુ લોકોની ભીડ વધી છે. સંગમ ઘાટ ફક્ત ત્રણ કિલોમીટરના અંતરે હોવાથી સ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રયાગ જંક્શન પ્રવાસીઓના માટે ખોલી દેવામાં આવ્યું છે.