કુંભમેળાનો સમય લંબાવે સરકાર, જાણો કોણે કરી આવી માગ

પ્રયાગરાજઃ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા આવનારાઓની સંખ્યા ઘટવાનું નામ નથી લઇ રહી. અત્યાર સુધીમાં 50 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. અહીંના રસ્તાઓ પર ભાડે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજ પહોંચતી દરેક ટ્રેનો લોકોથી ભરેલી છે. ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે, જેમાં પ્રયાગરાજ પહોંચતા દરેક રસ્તાઓ પર સેંકડો કિલોમીટર લાંબો જામ સર્જાયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે ઉત્તર પ્રદેના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ સરકારને મહાકુંભ મેળાનો સમયગાળો વધારવાની વિનંતી કરી છે.
हमारा तो मानना है कि महाकुंभ में लगभग 60 करोड़ लोग स्नान कर चुके हैं। सरकार इसलिए आँकड़ा घटाकर दिखा रही है क्योंकि कल को जब इंटरनेशनल मीडिया या यूनिवर्सिटी इस मेले के Administration & Management के बारे में Study करेगा तो पाएगा कि जितने लोग आए थे, उनके हिसाब से उचित प्रशासन और…
— Akhilesh Yadav (@yadavakhilesh) February 15, 2025
લખનઊ ખાતે સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે ભાજપ પર મહાકુંભના ખોટા આંકડા રજૂ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમની માહિતી મુજબ અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ લોકો સંગમ સ્નાન કરી ચૂક્યા છે, પણ સરકાર સાચી માહિતી આપી નથી રહી, કારણ કે સરકારને ડર છે કે અગર જો આ બાબતે કોઇઅભ્યાસ હાથ ધરવામાં આવશે તો તેમની પોલ ઉઘાડી પડી જશે અને ગેરવહીવટનો મુદ્દો લોકો જાણી જશે.

આ પણ વાંચો: કુંભમેળામાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુ જાણી લોઃ સંગમ સ્ટેશન આ બે દિવસ બંધ
સપાના અધ્યક્ષે એમ પણ જણાવ્યું હતું કે 60-65-70 વર્ષની વયના ઘમા વૃદ્ધજનો હજી સુધી સંગમ સ્નાન નથી કરી શક્યા. તેમના માટે સરકારે મહાકુંભનો સમય લંબાવવો જોઇએ. સપા પ્રમુખે એમ પણ જણાવ્યું હતું કે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કુંભ 75 દિવસ સુધી ચાલતો હતો અને દરેક જાતિ-ધર્મના લોકો દૂરદૂરથી તેમાં સ્નાન માટે આવતા હતા.
આ પણ વાંચો: કુંભમેળામાં રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા જશે કે નહીંઃ સસ્પેન્સ કાયમ
અખિલેશે એમ પણ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં રહેતા ઘણા લોકો હજી સુધી સંગમસ્નાન કરી શક્યા નથી. રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે અને કલાકો સુધી લોકો તેમના ગંતવ્ય સ્થલ સુધી પહોંચી શકતા નથી. અહીં આવતા જતા લકોના કેટલાક અકસ્માતો પણ થયા અને લોકોએ જીવ પણ ગુમાવ્યા. સરકારે એના આંકડા પણ આપ્યા નથી. સરકારે ડ્રોન વિશે વાત કરી હતી, પણ તેનો ઉપયોગ કર્યો નહીં. ડિજીટલ કુંભ વિશે પણ મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા, પણ કંઇ કર્યું નહીં. ગેરવહીવટને કારણે યુપી બદનામ થયું છે. 300 કિમીના લાંબો જામથી યુપીની છબી ખરડાઇ છે તેથી અમારી માગ છે કે મહાકુંભનો સમય વધારવામાં આવે.