Stampede Safety Tip: નાસભાગના સંજોગોમાં વ્યક્તિએ પોતાની જાતને બચાવવા શું કરવું? | મુંબઈ સમાચાર
મહાકુંભ 2025

Stampede Safety Tip: નાસભાગના સંજોગોમાં વ્યક્તિએ પોતાની જાતને બચાવવા શું કરવું?

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (MAHAKUMBH) ચાલી રહ્યો છે અને આજે મૌની અમાવસ્યા છે. આજના દિવસે કરોડો લોકો મહાકુંભમાં આવીને સ્નાન કરશે. જોકે, દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે ત્યારે વહેલી પરોઢના નાસભાગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા વચ્ચે મોટી હોનારત સર્જાઈ હતી. જોકે, ભીડભાડવાળી જગ્યાએ તંત્રની તમામ વ્યવસ્થા હોવા છતાં નાસભાગનું જોખમ રહે છે. આવા ભીડવાળાસ્થળો પર જવા માટે સાવચેતી રાખવી જરુરી છે અને ખાસ કરીને અમુક બાબતોનું ધ્યાન રાખવાનું જરુરી રહે છે. કઈ રીતે સાવધાની રાખશો, જાણો મહત્ત્વની ટિપ્સ.

આ પણ વાંચો: મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગઃ જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

ભીડની વિરુદ્ધ દિશામાં જવું નહીં

નાસભાગ દરમિયાન લોકો ઘણી વાર ભૂલો કરતા હોય છે. નાસભાગ વખતે ખાસ કરીને ભીડની વિરુદ્ધ દિશામાં દોડવા લાગતા હોય છે, પરંતુ આવું ક્યારેય કરવું જોઈએ નહીં, તેનાથી ભીડમાં અટવાઈ જવાની અને જમીન પર પડવાની શક્યતા વધી જાય છે.

જમીન પર પડી જાઓ ત્યારે આ રીત અપનાવો

નાસભાગ વખતે તમે જો જમીન પર પડી ગયા હો અને લોકો તમારી આજુબાજુ દોડાદોડ કરી રહ્યા હોય ત્યારે તરત જ એકબાજુ પર રહેવાનો પ્રયાસ કરવો. જેથી તમે લોકોના રસ્તામાં ન આવો. આ ઉપરાંત, તમારા બંને હાથને માથાની ઉપર લઈ જાઓ અને પેટની તરફ મોઢું રાખીને અડધા ઘૂંટણ પર બેસીને પોતાને છુપાવવાનો પ્રયાસ કરો, જેથી ઈજા થવાથી બચી શકશો

આ પણ વાંચો: મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ઊંચાઈવાળા સ્થળ પર જાઓ

જો ભીડભાડવાળા ખૂબ જ ગીચ વિસ્તારમાં હોય તો તમારે ઊંચાઈવાળા સ્થળે જવાનો પ્રયાસ કરવો જોઈએ. ભીડમાંથી બહાર નીકળવા માટે ખાસ કરીને તમારે કોઈ બિલ્ડિંગ અથવા સ્ટેજ જેવા સ્થળ પર ચાલી જાવ. સામાન્ય રીતે ભીડવાળી જગ્યાએ ગરમી લાગતી હોય છે. પરસેવો છુટવા લાગતો હોય છે. તેથી, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરો અને આવી સ્થિતિમાં પાણી સતત પીતા રહેવું જોઈએ.

તમારા પાસે ઈમર્જન્સી કોન્ટેક્ટ રાખો

તમારા ફોનમાં ઈમર્જન્સી કોન્ટેકટ હોય તેનો ઉપયોગ કરો. સાથે આઈડી પ્રુફ જેવા ડોક્યુમેન્ટ રાખો. જેથી કોઈનો સંપર્ક કરી આ પરિસ્થીતીમાંથી બહાર નીકળી શકાય.

સંબંધિત લેખો

Back to top button