મહાકુંભમાં પવિત્ર સ્નાન નહીં કરનારા અંગે રામદાસ આઠવલેએ આપ્યું મોટું નિવેદન

મુંબઈઃ મહાકુંભનું શિવરાત્રિના તહેવારે સંપન્ન થયું છે ત્યારે કુંભમાં નહીં જનારા લોકો માટે મહારાષ્ટ્રના કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. મહાકુંભમાં પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિ સહિત અન્ય રાજકારણીઓએ ડૂબકી લગાવી હતી ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી જઈ શક્યા નહોતા, ત્યારે તેમનો બહિષ્કાર કરવાનું નિવેદન આપ્યું હતું.
શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન નહીં કરીને હિન્દુઓનું અપમાન કર્યુ છે. તેથી હિન્દુ મતદારોએ તેમનો બહિષ્કાર કરવો જોઇએ, એમ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ બુધવારે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વની વાતો કરતા હોય છે, પરંતુ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં સામેલ થયા નહોતા. ઠાકરે અને ગાંધી પરિવારે હિન્દુત્વનું અપમાન કર્યું છે. હિન્દુ થઇને મહાકુંભમાં પવિત્ર સ્નામ ન કરવું એ હિન્દુઓનું અપમાન છે. તેથી હિન્દુ મતદારોએ તેમનો બહિષ્કાર કરવો જોઇએ, એમ આઠવલેએ જણાવ્યું હતું.
લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેમને મહાકુંભમાં સામેલ થવું જોઇતું હતું. તેઓને હંમેશા હિન્દુઓના મત જોઇએ છે, પરંતુ મહાકુંભ નથી જવું તેમને. તાજેતરની ચૂંટણીઓમાં હિન્દુ મતદારોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો, એમ આઠવલેએ વધુમાં જણાવ્યું હતું.