મહાકુંભ 2025

રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી જશે મહાકુંભઃ આ તારીખે લઈ શકે છે મુલાકાત…

પ્રયાગરાજ: આસ્થાના મહાપર્વ મહા કુંભની અનેક રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાનો પણ મહાકુંભની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમ જ પ્રિયંકા ગાંધી પણ મહાકુંભની મુલાકાત લઈ શકે છે. આ અંગે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ કરી હોવાના પણ અહેવાલો છે. પણ હવે તેઓ ક્યારે મુલાકાત લેશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Also read : ચમત્કારઃ કુંભમાં નાસભાગમાં ગુમ થયા પછી ખૂંટી ગુરુના અંતિમસંસ્કાર કરાયા ને પરત ફર્યાં…

કોંગ્રેસે કરી તૈયારીઓ
આસ્થાના મહાપર્વ મહા કુંભની અનેક રાજકીય નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાંત રાજ્યના મૂખ્ય પ્રધાનો પણ મહાકુંભ ની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમ જ પ્રિયંકા ગાંધી પણ મહાકુંભ ની મુલાકાત લઈ શકે છે. આ અંગે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ કરી હોવાના પણ અહેવાલો છે. પણ હવે તેઓ ક્યારે મુલાકાત લેશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

4 ફેબ્રુઆરીના જવાના હતા રાહુલ ગાંધી
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી 4 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જવાના હતા. જો કે સંસદીય કાર્યવાહીને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી. રાહુલ અને પ્રિયંકા ટૂંક જ સમય માટે પ્રયાગરાજ જઈ શકે છે. તારીખો અંગે રાહુલ ગાંધી પોતે નિર્ણય લેશે. પરંતુ સૂત્રોનું માનીએ તો બંને નેતા 16 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ આવી શકે છે.

Also read : યુપી સરકારે મહાકુંભના આયોજનમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો ખર્ચ

શ્રદ્ધાળુઓનો આંકડો 50 કરોડને આંબ્યો
મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં બે કરોડથી વધુ લોકોએ સંગમ અને ગંગામાં સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીએ મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 48.25 કરોડથી વધુ લોકોએ અહીં સ્નાન કર્યું છે. બધા કલ્પવાસીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ફક્ત અધિકૃત પાર્કિંગનો ઉપયોગ કરવા વિનંતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button