મહાકુંભ 2025

મહાકુંભઃ પૂર્ણિમા પૂર્વે પ્રયાગરાજ સ્ટેશન કરાયું બંધ, જાણો શા માટે લીધો નિર્ણય…

પ્રયાગરાજઃ અહીંયા યોજાયેલા મહાકુંભને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ત્યારે આજે બપોરના દોઢ વાગ્યાથી પ્રયાગરાજ સંગમ સ્ટેશનને બંધ કરવામાં આવ્યું છે. ક્રાઉડ કંટ્રોલિંગ માટે ખાસ કરીને બંધ કરવામાં આવે છે, તેમાંય વળી બારમી ફેબ્રુઆરીના પૂર્ણિમા છે, તેથી અગિયારમીથી બંધ કરવાનું હતું, પરંતુ વધતી ભીડને ધ્યાનમાં રાખીને આજથી બંધ કરવામાં આવ્યું છે. વધતી ભીડને લઈને વિપક્ષોએ પણ સરકારની વધુ સુરક્ષિત પગલાં ભરવાનો અનુરોધ કર્યો હતો.

Also read : Mahakumbh 2025: મહાકુંભમા સોમવારે આસ્થાની ડૂબકી લગાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

દારાગંજ અને પ્રયાગરાજને કરવામાં આવ્યું બંધ

મહાકુંભમાં આ જ પ્રકારે ભીડ રહી તો સ્ટેશનને પૂર્ણિમા સુધી બંધ રાખવામાં આવશે. કુંભનગરથી લગભગ એક કિલોમીટરના અંતર પ્રગાગરાજ સંગમ સ્ટેશન આવેલું છે. દારાગંજ અને પ્રયાગરાજ સંગમ બંને અલગ અલગ રેલવે સ્ટેશન છે. દારાગંજ પહેલાથી હંગામી ધોરણે બંધ કરવામાં આવે છે. પ્રયાગરાજ રેલવે સ્ટેશનને આજે બપોરના દોઢ વાગ્યાથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉથી સ્ટેશનના પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હોવાને કારણે સુરક્ષાના કારણોસર સ્ટેશનને બંધ કરવામાં આવ્યું હતું.

પોલીસ 16થી અઢાર કલાકની ડ્યૂટી પર તહેનાત

અહીં એ જણાવવાનું કે મહાકુંભમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજના એક કરોડથી વધુ લોકોની અવરજવર રહે છે. જોકે, પોલીસ સહિત અન્ય એજન્સી પણ સુરક્ષા સહિત વ્યવસ્થા મુદ્દે સતર્ક છે. પોલીસ પ્રશાસન દ્વારા 16થી અઢાર કલાક તેમ જ 24-24 કલાકની ડયૂટી પર તહેનાત છે.

Also read : મહાકુંભમાં જઈ રહેલ પિકઅપ અને SUV વચ્ચે અકસ્માત: ત્રણ જણનાં મોત

મહાકુંભમાં ભીડને લઈ અખિલેશ યાદવે લખી પોસ્ટ

પ્રયાગરાજને જોડનારા વારાણસી, જૌનપુર, મિર્ઝાપુર, કૌશામ્બી અને રીવા સહિત તમામ સાત નેશનલ હાઈ-વે પર ભીષણ જાણ લાગ્યો છે. હાઈ-વે પર મોટી સંખ્યામાં જામ લાગવાને કારણે શ્રદ્ધાળુઓને કિલોમીટર દૂર વાહનો મૂકીને પગપાળા ચાલવાની નોબત આવી છે. અમુક શ્રદ્ધાળુઓને દસથી પંદર કિલોમીટર દૂર ચાલીને પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જ્યારે પ્રયાગરાજમાં વધતી ભીડને લોકોને હાલાકી પડી રહી છે. આ મુદ્દે અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને હાઈ-વે પર ફસાયેલા વાહનચાલકો-શ્રદ્ધાળુઓને ઈમર્જન્સીમાં વ્યવસ્થા કરવાનો અનુરોધ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button