પ્રયાગરાજમાં તો માનવ મહેરામણઃ પણ યુપીના આ મંદિરોમાં પણ ભક્તોએ લગાવી ભીડ, ભારે હેરાનગતિ
![Prayagraj is welcoming to people, but devotees also crowd these temples in UP, causing great inconvenience](/wp-content/uploads/2024/08/mathura.webp)
લખનઉઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (prayagraj)મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એક એવો મોટો વર્ગ છે જેમણે કુંભમેળા સાથે તીર્થયાત્રાનો પ્રોગામ બનાવ્યો છે અને ઉત્તર પ્રદેશ આવ્યા જ છીએ તો બાકીના તીર્થસ્થાનોના પણ દર્શન કરીએ તેવું તેમનું નિયોજન છે. આ ભક્તો કુંભની સાથે ઉત્તર પ્રદેશના મોટા મંદિરોના દર્શનનો લાભ લઈ રહ્યા છે. મહાકુંભ બાદ ભક્તો અયોધ્યા, વારાણસી અને મથુરા જઈ રહ્યા છે. પરિણામે યુપીના પ્રસિદ્ધ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. આ ધાર્મિકસ્થળો પર પગ મૂકવાની પણ જગ્યા નથી. ઘણા ભક્તો ટ્રેન કે ફ્લાઈટ ચૂકી જાય છે તો અમુકે દર્શન કર્યા વિના પાછું ફરવું પડે છે.
રામ મંદિર અયોધ્યા
કુંભ મેળા બાદ ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે. મહાકુંભમાં સ્નાન કરવા પ્રયાગરાજ આવેલા ભક્તો સ્નાન કરીને અયોધ્યા રામલલ્લાના શરણે આવી રહ્યા છે. જેની અસર અયોધ્યા પર જોવા મળી રહી છે. અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે પ્રશાસન ખડેપગે છે. રવિવારે રજાનો દિવસ હોવાથી અયોધ્યામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટીતંત્રે ટ્રાફિક ડાયવર્ટ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
કાશી વિશ્વનાથ વારાણસી
કુંભની અસર વારાણસીમાં પણ જોવા મળી રહી છે. વારાણસીમાં(varnsi)પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં દરરોજ લાખો લોકો દર્શન માટે આવી રહ્યા છે. દરરોજ કેટલાય ભક્તો ભારે ભીડને કારણે દર્શન કરી શકતા નથી અને તેઓને દર્શન કર્યા વિના પરત ફરવું પડે છે.
Read This…Mahakumbh માં શ્રદ્ધાનો મહાસાગર, પણ ભક્તોને કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલીઓનો સામનો
બાંકે બિહારી મથુરા
રવિવારે મથુરાના વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. રજાને કારણે અહીં ભક્તોની ભારે ભીડ જામી હતી. આ ધાર્મિક સ્થળ પર પગ મૂકવાની જગ્યા ન હોવા છતા પણ દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે અંહી આવે છે . મંદિરના દરવાજા ખોલવાના લગભગ દોઢ કલાક પહેલા મંદિરની શેરી બંધ કરવી પડી હતી.