મહાકુંભ 2025

Mahakumbh: આવતીકાલે પીએમ મોદી જશે પ્રયાગરાજ, જાણો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો

નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગ રાજમાં મહાકુંભની(Mahakumbh 2025)મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે અને માતા ગંગાની પૂજા કરશે. પીએમ મોદી એક કલાક સુધી પ્રયાગરાજમાં રહેશે.

આ પણ વાંચો: MahaKumbh-2025: પ્રયાગરાજમાં અહીં થશે લુપ્ત થઈ ગયેલી નદીના દર્શન, રખેને ચૂકતા તક…

પીએમ મોદીનો મહાકુંભમાં જવાનો સંપૂર્ણ કાર્યક્રમ

-પીએમ મોદી સવારે 9:10 વાગ્યે નવી દિલ્હીથી રવાના થશે

-સવારે 10:05 વાગ્યે પ્રયાગરાજના બામરૌલી એરપોર્ટ પહોંચશે.

-સવારે 10.35 વાગ્યે એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ડીપીએસ ગ્રાઉન્ડ સ્થિત હેલિપેડ પર ઉતરાણ કરશે.

-પીએમ મોદી સવારે 10:45 વાગ્યે અરેલ ઘાટ પહોંચશે.

-અરેલ ઘાટથી, નિષાદ રાજ ક્રુઝમાં બેસીને સંગમ સ્થળ પહોંચશે

સંગમ સ્થળે પવિત્ર ડૂબકી લગાવશે

પીએમ મોદી ત્રિવેણીમાં સ્નાન કર્યા બાદ મા ગંગાની પૂજા કરશે. તેમજ સંગમ ખાતે સંતોને મળવાનો કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે.આ પછી આપણે અક્ષયવટના દર્શન કરશે. તેની બાદ હનુમાનજીના મંદિરે દર્શન કરશે. મહાકુંભ વિસ્તાર છોડ્યા બાદ DPS ગ્રાઉન્ડથી એરપોર્ટ જશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે.

ઘણા મોટા નેતાઓ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા

આ પૂર્વે પીએમ મોદીએ 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે 5500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. મહાકુંભમાં પીએમ મોદી પૂર્વે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા મોટા નેતાઓ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે.

વિશ્વભરથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, મહાકુંભ 2025 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થયો છે. આ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માનવામાં આવે છે. જેમાં વિશ્વભરથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button