નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી: નવી દિલ્હીથી પ્રયાગરાજ જનારી બે ટ્રેન રદ થવાથી મચેલી ભાગદોડ અને અફડાતફડીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે.

શનિવારે રાતે નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર પ્રયાગરાજ જતી બે ટ્રેન માટે લોકોનું કિડિયારુ ઉભરાયું હતું. ભીડમાં લોકોને શ્વાસ લેવાની પણ જ્ગ્યા નહોતી. એવામાં ટ્રેન રદ થવાથી અફડાતફડી મચી ગઈ હતી અને લોકોએ નાસભાગ કરી મૂકી હતી. આ નાસભાગમાં વડીલજનો, મહિલાઓ અને બાળકોના બુરા હાલ થયા હતા. ભારે ભીડ અને નાસભાગમાં ચગદાઈને અનેક લોકો મ્રુત્યુ પામ્યા હતા.મ્રૃતકોમાં મહિલાઓ, બાળકો અને પુરુષોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પીએમ મોદીએ ઉંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે નવી દિલ્હીમાં થયેલી ભાગદોડ અને મૃત્યુથી હું વ્યથિત છું. મારી સંવેદના એ બધા લોકો સાથે છે જેમણે આ દુર્ઘટનામાં તેમના પરિવારજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય એની હું પ્રાર્થના કરું છું. સરકારી અધિકારીઓ ભાગદોડથી પ્રભાવિત થયેલા બધા લોકોને સહાયતા કરી રહ્યા છે.
આ પણ વાંચો…New Delhi રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ પાછળ આ કારણો જવાબદાર, જાણો વિગતે…
ભાગદોડ પછી ભીડને નિયંત્રણમાં લેવા અને લોકોને પ્રયાગરાજ મોકલવા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે રેલવેએ ચાર ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરી હતી.
આ ઘટના બાદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પોલીસ અને રેલવે સુરક્ષા દળ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લોકોના અચાનક ધસારાને દૂર કરવા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.