મહાકુંભ મેળામાં વ્યવસ્થા સુધરશે! મુખ્ય પ્રધાન યોગીએ બેઠક બાદ આ આદેશ આપ્યા | મુંબઈ સમાચાર
મહાકુંભ 2025

મહાકુંભ મેળામાં વ્યવસ્થા સુધરશે! મુખ્ય પ્રધાન યોગીએ બેઠક બાદ આ આદેશ આપ્યા

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત (Mahakumbh Mela Stempade) થયા છે. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટી તંત્ર વિપક્ષ અને ટીકાકારોના નિશાના પર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જે દરમિયાન કુંભમેળા વિસ્તાર અને ભક્તોની સુરક્ષા અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Video: મહાકુંભમાં નાસભાગ મુદ્દે સીએમ યોગી ભાવુક થયા, શું કહ્યું?

વધુ ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા:

યોગી આદિત્યનાથે દરેકની સલામતી માટે વધુ સારી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપ્યા છે. મુખ્ય પ્રધાને પ્રયાગરાજના વિભાગીય કમિશનર આશિષ ગોયલ અને ADAના વીસી ભાનુ ગોસ્વામીને મહાકુંભમાં તૈનાત કર્યા છે. આ ઉપરાંત, 5 સચિવોને પણ કુંભની વ્યવસ્થા સુધારવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્ય પ્રધાને મોડી રાત્રે પ્રયાગરાજ, કૌશાંબી, વારાણસી, અયોધ્યા, મિર્ઝાપુર, બસ્તી, જૌનપુર, ચિત્રકૂટ, બાંદા, આંબેડકર નગર, પ્રતાપગઢ, સંત કબીર નગર, ભદોહી, રાય બરેલી, ગોરખપુર જિલ્લાઓ/ઝોન/રેન્જમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વહીવટી કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી.

‘તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત ઘરે પહોંચે’

મુખ્યમંત્રીએ પ્રયાગરાજના પાડોશી જીલ્લાના અધિકારીઓને પ્રયાગરાજ વહીવટીતંત્ર સાથે સતત સંપર્ક અને સંકલન જાળવવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે પ્રયાગરાજના તમામ રેલ્વે સ્ટેશનો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર છે. શ્રદ્ધાળુઓ હવે સ્નાન કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. એડીજી અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રયાગરાજે ખાતરી કરવી જોઈએ કે દરેક ભક્ત સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચે. ટ્રેનો અવિરત દોડે તે માટે રેલવે સાથે સંકલન કરવું જોઈએ અને વધારાની બસોની વ્યવસ્થા કરવી જોઈએ.

હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે:

તેમણે કહ્યું કે મેળા વિસ્તારમાં ભીડના ઘટાડવા માટે, સરહદી વિસ્તારોમાં હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને આગળ વધવા દેવામાં આવે. જ્યાં પણ લોકોને રોકવામાં આવ્યા છે, ત્યાં દરેક માટે ખોરાક અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. એક પણ ભક્તને ખોરાક અને પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે. કોઈપણ હોલ્ડિંગ વિસ્તારમાં વીજ પુરવઠો અટકાવો જોઈએ નહીં. પ્રયાગરાજથી પાછા ફરવાના બધા રૂટ ખુલ્લા રાખવા જોઈએ.

Back to top button