10 હજાર પુશઅપ્સ લગાવી શકતા મહાકુંભના આ પહેલવાન બાબાને મળો….
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ કાતે પવિત્ર મહાકુંભ ચાલી રહ્યો છે. દેશવિદેશથી શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. વર્ષનો મોટા ભાગનો સમય તપસ્યામાં લીન રહેતા સાધુ, સંતો, નાગા બાવાઓ, અઘોરીઓ પણ અહીં આવ્યા છે.
આ બધા સાધુસંતોમાં હાલમાં એક પહેલવાન બાબા બહુ ચર્ચામાં છે. તેઓ દેશના યુવાઓને જાગૃત કરવા અને તેમને નશાની લતમાંથી છોડાવવા, બધાને નિરોગી રાખવા અને ભારતને વિશ્વના ફલક પર ગુરુના રૂપમાં જોવા માગે છે.
પહેલવાન બાબા નામ કેવી રીતે પડ્યું? :-
આ બાબાનું સાચું નામ તો કોઇ જાણતું નથી પણ બધા એમને પહેલવાન બાબાના નામથી જ બોલાવે છે. તેમને આ નામે બોલાવવાનું દેખીતું કારણ કદાચ એ છે કે પહેલવાન બાબા બોડી બિલ્ડર છે. તેઓ 50 વર્ષના છે, પણ આ ઉંમરે પણ એટલી મહેનત કરે છે કે વિશ્વાસ નહીં આવે. તેઓ એક હાથે 10 હજાર પુશઅપ્સ લગાવી શકે છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં તેઓ વિવિધકસરતના પ્રદર્શન કરી લોકોને અને ખાસ કરીને યુવાનોમાં પ્રેરણા લાવવાનું કામ કરે છે.
આજના યુવા વિશે બાબા શું કહે છે?
પહેલવાન બાબા કહે છે કે આજનો યુવાન ભટકી ગયો છે, ગેરમાર્ગે દોરાઇ ગયો છે. ખોટી સંગતમાં રહીને નશા, મધ પાનનો આદિ થઇ ગયો છે. તેઓ જંક ફૂડ અને અયોગ્ય પદાર્થો શરીરમાં પધરાવ્યા કરે છે. ખોટી સંગતમાં પડીને તેઓ તેમનું જીવન બરબાદ કરી રહ્યા છે. હું એ બધાને ઘરનું ભોજન ખાવાની, માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવાની સલાહ આપુ છું.
પહેલવાન બાબા જણાવે છે કે તેમને રોજ લોકોના ફેન આવે છે. લોકો કહે છે કે તેમારી વાત સાંભળી અમે દારૂ, બીડી , સિગારેટ પીવાની છોડી દીધી છએ અને હવે અમે જીમમાં જઇને કસરત કરી રહ્યા છીએ. ઘણા વર્ષઓ પહેલા આપણા દેશભક્તોએ કુરબાની આપી હતી. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, બટુકેશ્વર દત્તે કુરબાની આપી. એ સમય એવો હતો, જ્યારે દેશ મા ટે કુરબાની આપવી પડતી હતી, પણ આજના સમયમાં તો યુવાનોએ એવી કોઇ કુરબાની આપવાની નથી. હા, તેમણે તેમના સ્વાદની થોડી કુરબાની આપવાની છે. તેઓ બહારનું ખાવાનું છોડે, ઘરના સાત્વિક આહાર તરફ વળે, ફાસ્ટ ફૂડ છોડે , માતા-પિતા અને સંતોનું સન્માન કરે, તો તેઓ દીર્ધ અને સ્વસ્થ આયુષ્ય પામી શકે છે.
આ પણ વાંચો : અમિત શાહ આ તારીખે કરશે મહાકુંભમાં સ્નાન, ગુજરાતીઓને કુંભદર્શનની કરી અપીલ