મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ
નાગરિકોએ સરકારની દખલગીરીની માંગણી કરી, જાણો ચોંકાવનારો સર્વે

મુંબઈ: દેશમાં ચાલી રહેલા મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર ડૂબકી માટે કાર, બસ અને ટ્રેન દ્વારા પ્રયાગરાજ જતા લોકોની ભીડને કારણે, અમુક રૂટ પર વિમાનભાડામાં 300% થી 600% અથવા તેનાથી પણ વધુ વધારો કરીને પ્રવાસીઓની લૂંટ ચલાવવામાં આવી રહી છે. જ્યારે સરકારે નાગરિકોને ખાતરી આપી છે કે જાન્યુઆરીમાં પ્રયાગરાજ રૂટ પર 81 વધારાની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે, ત્યારે હતાશ થયેલા પ્રવાસીઓએ હવે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
‘પ્રયાગરાજ માટે ફ્લાઇટના ભાવ ખૂબ જ વધી ગયા છે. એરલાઇન્સ એવા નાગરિકોને લૂંટી રહી હોય તેવું લાગે છે જેઓ ફક્ત આધ્યાત્મિક ઉત્સવમાં હાજરી આપવા માંગે છે. કૃપા કરીને મદદ કરો.’
આ પણ વાંચો: મહાકુંભમાં નાસભાગ બાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, આજે 360થી વધુ ટ્રેન દોડાવાશે
‘ભારતથી ઘણા આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ્સ પ્રયાગરાજની મુસાફરી કરતાં સસ્તી છે. સૌથી ખરાબ વાત? મહાકુંભ માટે આધ્યાત્મિક પ્રવાસના નામે સામાન્ય લોકોની લૂંટફાટ કરીને, આ ખુલ્લેઆમ થતા શોષણ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.’
‘ભુવનેશ્વરથી બેંગકોકની ફ્લાઇટનો ખર્ચ 10,000 રૂપિયા છે, જ્યારે ભુવનેશ્વરથી પ્રયાગરાજની ફ્લાઇટનો ખર્ચ 39,000 રૂપિયા છે..’

આવી ઘણી ફરિયાદો ઓનલાઈન સામે આવી છે
ગયા રવિવારે એક સર્વેમાં મહાકુંભ માટે વધુ પડતા ભાડા વસુલવામાં આવી રહ્યાનો મુદ્દો પ્રકાશિત કરવામાં આવ્યા પછી નાગરી ઉડ્ડયન મંત્રાલયએ મુસાફરોને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જાહેરાત કરી હતી કે બજેટ એરલાઇન્સ સ્પાઇસજેટ અને અકાસા એર પ્રયાગરાજ એરપોર્ટ પર વધુ ફ્લાઇટ્સ ઉમેરશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સ્પાઇસજેટ ફેબ્રુઆરીમાં પ્રયાગરાજ અને ઘણા શહેરો વચ્ચે ફ્લાઇટ્સ શરૂ કરશે, જેમાં આશરે 43,000 બેઠકોનો ઉમેરો થશે. વધુમાં, અકાસા એર ટૂંક સમયમાં પ્રયાગરાજને અમદાવાદ અને બેંગલુરુ સાથે જોડતી ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરશે, જેમાં અમદાવાદથી નવ અને બેંગલુરુથી 12 ફ્લાઇટ્સ ઓફર કરવામાં આવશે, જે લગભગ 4,000 વધારાની બેઠકોનું યોગદાન આપશે.
આ નવી ફ્લાઇટ્સ પ્રાદેશિક જોડાણ વધારવા અને મહાકુંભ સમયગાળા દરમિયાન પ્રયાગરાજમાં મુસાફરોના ધસારાને સમાવવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. “આ ફ્લાઇટ્સના ઉમેરાથી હવાઈ ભાડા પરનું દબાણ ઓછું થવાની અને ભક્તો અને પ્રવાસીઓ માટે એકંદર સુલભતામાં સુધારો થવાની અપેક્ષા છે,’ એમ એમઓસીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
હાલમાં, સમગ્ર ભારતમાંથી પ્રયાગરાજ માટે 132 ફ્લાઇટ્સ કાર્યરત છે, જે આશરે 80,000 માસિક બેઠકો પૂરી પાડે છે.
અન્ય એક અલગ સર્વેમાં, 10 માંથી 8 એરલાઇનના મુસાફરોએ કબૂલ કર્યું હતું કે તેમણે છેલ્લા 12 મહિનામાં કરેલી યાત્રાઓ માટે વધુ પડતું હવાઈ ભાડું ચૂકવ્યું છે, જ્યારે 10માંથી 6 મુસાફરોએ સરકાર દ્વારા નિયમિત દર કરતાં બમણા હવાઈ ભાડા પર મર્યાદા મૂકવાનું સમર્થન કર્યું છે. ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે એરલાઇન્સ પીક પીરિયડ્સ દરમિયાન સામાન્ય ભાડા કરતાં 3-6 ગણું વધારે ભાડું વસૂલતી હોય છે.
આ પણ વાંચો: PHOTOS: મહાકુંભમાં ભાગદોડ બાદ શાહી સ્નાન રદ્દ થતાં અધવચ્ચેથી પરત ફર્યા અખાડા
મહાકુંભ યાત્રાની વર્તમાન પરિસ્થિતિ એ એક બીજું ઉદાહરણ છે જ્યાં હવાઈ ભાડામાં વધારો માત્ર પ્રયાગરાજ માટે જ નહીં પરંતુ વારાણસી જેવા નજીકના એરપોર્ટ માટે પણ થયો છે. ભાડામાં વધારો ફક્ત પ્રવાસીઓ અને યાત્રાળુઓ પર જ નહીં, પરંતુ પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ પર પણ અસર કરી રહ્યો છે જેઓ ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સર્વેના છેલ્લા અઠવાડિયામાં મહાકુંભ માટે ફ્લાઇટ્સ બુક કરાવનારા પ્રવાસીઓના વાસ્તવિક અનુભવોનું મૂલ્યાંકન કરવા માટે બીજો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેક્ષણમાં ભારતભરના એવા હવાઈ મુસાફરો તરફથી 15,000 થી વધુ પ્રતિભાવો મળ્યા જેમણે પ્રયાગરાજ અથવા નજીકના એરપોર્ટ માટે બુકિંગ કરાવ્યું હતું અથવા બુકિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગયા અઠવાડિયામાં મહાકુંભ (પ્રયાગરાજ અથવા નજીકના એરપોર્ટ) માટે ફ્લાઇટ્સ શોધનારા 86 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે તેમને નિયમિત ભાડા કરતાં હવાઈ ભાડા 3થી 10 ગણા વધારે ભાડા જોવા મળ્યા છે.
સર્વેમાં એવા ઉત્તરદાતાઓને પૂછવામાં આવ્યું હતું જેમણે આગામી અઠવાડિયામાં પ્રયાગરાજની મુસાફરી કરી હતી અથવા મુસાફરી કરવાનું આયોજન કર્યું હતું: ‘જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્યે ગયા અઠવાડિયામાં પ્રયાગરાજ અથવા નજીકના એરપોર્ટની મુલાકાત લેવા માટે ફ્લાઇટ શોધી હોય, તો તમને કયા પ્રકારના વિમાન ભાડા આપવામાં આવ્યા હતા?’
15,899 ઉત્તરદાતાઓએ નીચે મુજબ જવાબ આપ્યા હતા
1) 21% લોકોએ જણાવ્યું હતું કે ભાડા નિયમિત દરો કરતાં 8-10 ગણા હતા.
2) 44% લોકોએ જણાવ્યું હતું કે ભાડા નિયમિત દરો કરતાં 6-8 ગણા હતા.
3) 21% લોકોએ જણાવ્યું હતું કે ભાડા નિયમિત દરો કરતાં 3-5 ગણા હતા.
4) 8% લોકોએ જણાવ્યું હતું કે ભાડા નિયમિત દરો કરતાં બમણા હતા.
5) 6% લોકોએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
આનો સારાંશ એવો કાઢી શકાય કે ડીજીસીએ અને નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન દ્વારા પૂરતી ફ્લાઇટ્સ ગોઠવવામાં આવી હોવાના દાવા છતાં, માગણીમાં વધારાને પહોંચી વળવા માટે વધુ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી રહી છે, ગ્રાહકો માને છે કે એરલાઇન્સ વધુ પડતી નફાખોરી માટે આ પ્રસંગનો ઉપયોગ કરી રહી છે.

જ્યારે તે સમજી શકાય છે કે એરલાઇન્સ નફાકારકતા મેળવવા માટે, આ કિસ્સામાં જોવા મળેલ નફાખોરીનું સ્તર ગેરવાજબી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે ડીજીસીએ, એમઓસીએ અને સીસીપીએ જેવી ગ્રાહક સુરક્ષા સંસ્થાઓએ હજુ સુધી હસ્તક્ષેપ કર્યો નથી.
આ સર્વેક્ષણમાં ભારતના 301 જિલ્લાઓમાં ગ્રાહકો તરફથી 15,000 થી વધુ પ્રતિભાવો મળ્યા. 63% ઉત્તરદાતાઓ પુરુષો હતા, જ્યારે 37% મહિલાઓ હતી.