મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ નાસભાગથી નહીં આ કારણે થયું, જાણો વિગત
મહેસાણાઃ મહાકુંભમાં મૌની અમાસના દિવસે થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા. જેમાં એક ગુજરાતી પણ સામેલ છે. મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના પટેલ મહેશભાઈ સોમાભાઈ નામના શ્રદ્ધાળુનું મોત થયું હતું. આ શ્રદ્ધાળુનું મોત નાસભાગમાં નહીં પણ હાર્ટએટેકથી થયું હતું. વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા. જો બુધવારના રોજ મહેશભાઈનું પ્રયાગરાજ ખાતે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: મહાકુંભની અસરઃ ગુજરાતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો
બુધવારે વહેલી સવારે પ્રયાગરાજ ખાતે થયેલી નાસભામાં ઘણા લોકોનાં મોત થયાં હોઇ મહેશભાઈનું મૃત્યુ આ નાસભાગમાં થયું હોવાની વાત જાહેર થઇ હતી. જોકે, હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. મહેશભાઇનું મૂળ નામ મૂળજીભાઇ હતું. તેઓ મહેશભાઇના હુલામણા નામથી ઓળખીતા હતા. આખા ગામમાં તેમને બધા મૂળજીભાઇના નામથી ઓળખે છે. તેમનો જન્મ કડામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કડા ખાતે લીધા બાદ વિસનગરમાં કોલેજનો અભ્યાસ કર્યો હતો. જ્યાર બાદ તેઓ મુંબઇ ખાતે મફતલાલ ગૃપમાં નોકરી કરવા ગયા હતા. જ્યાંથી તેઓને બેંગલોર મોકલ્યા અને ત્યાંથી પાછા મુંબઇ અને ત્યાર બાદ સુરત ખાતે ફરજ માટે મોકલ્યા હતા. છેલ્લા ઘણા 15 વર્ષથી તેઓ સુરતમાં પત્ની સાથે રહેતા હતા. મહેશભાઇના પરિવારમાં એક દિકરો અને દીકરી છે. મહેશભાઇને બે ભાઇઓ છે અને તેમની પૈતૃક જમીન પણ ગામમાં છે.
આ પણ વાંચો: મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ, કરવામાં આવી આ માંગ
મહાકુંભમાં કરવામાં આવ્યા આ 5 મહત્ત્વના ફેરફાર
મહાકુંભમાં આજથી 5 મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે, શ્રદ્ધાળુઓ સરળતાથી આવી-જઈ શકે તે માટે વન વે રોડ પોલિસી લાગુ, પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લામાંથી આવતા વાહનોને સરહદ પર જ અટકાવી દેવાશે તેમજ શહેરમાં ફોર વ્હીલરની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
1 ફેબ્રુઆરીએ 50થી વધુ દેશોના આવશે રાજદૂત
મહાકુંભમાં 1 ફેબ્રુઆરીએ ઉપ રાષ્ટ્રપતિ તથા 50થી વધુ દેશોના રાજદૂતોનું આગમન થશે. 5 ફેબ્રુઆરીએ પીએમ મોદીનો પ્રસ્તાવિત કાર્યક્રમ છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે ઉપ રાષ્ટ્રપતિ તથા વડા પ્રધાનના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરી શકે છે.