મહાકુંભ 2025

Mahakumbh માં ગંગા અને યમુના નદીને આ રીતે કરાય છે સ્વચ્છ, દરરોજ 15 ટન કચરાનો નિકાલ…

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના મહાકુંભમાં(Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તેમજ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.જોકે, આ દરમ્યાન પવિત્ર ગંગા અને યમુના નદીને સ્વચ્છ પણ કરવામાં આવી રહી છે. જેની માટે મહાકુંભમાં ટ્રેશ સ્કિમર મશીનો મૂકવામાં આવ્યા છે. જે દરરોજ ગંગા-યમુનામાંથી 10 થી 15 ટન કચરો દૂર કરી રહ્યા છે.

Also read : PM Modi એ ફ્રાન્સમાં એઆઇ સમિટને સંબોધિત કરી, કહ્યું કૌશલ્યમાં રોકાણ કરવાની તાતી જરૂરિયાત

‘ટ્રેશ સ્કિમર’ મશીનો મૂકવામાં આવ્યા

મહાકુંભ દરમિયાન ગંગા-યમુનાને સ્વચ્છ અને શુદ્ધ બનાવવા માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે. આ અંગે એક નિવેદનમાં કોર્પોરેશને જણાવ્યું છે કે, અમે  માત્ર કર્મચારીઓ જ  દ્વારા જ નહીં પરંતુ આધુનિક પદ્ધતિઓ દ્વારા પણ ગંગા-યમુનાના સંગમની સફાઈ કરી રહ્યા છે. આ માટે  ટ્રેશ સ્કિમર મશીનો મૂકવામાં આવ્યા છે.

મહાકુંભની તૈયારીઓ લગભગ ચાર વર્ષ અગાઉથી શરૂ

વિશ્વના સૌથી મોટા કાર્યક્રમ મહાકુંભની તૈયારીઓ લગભગ ચાર વર્ષ અગાઉથી શરૂ કરી દેવામાં આવી હતી. સંગમમાં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને શુદ્ધ પાણી મળી રહે તે માટે ‘ટ્રેશ સ્કિમર’ મશીન સ્થાપિત કરવામાં આવ્યું હતું.  આ મશીન દરરોજ 50-60 ક્વિન્ટલ કચરો દૂર કરતું હતું. તેની કાર્ય પ્રણાલી જોઈને પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ બે વર્ષ પહેલાં બીજું મશીન ખરીદવામાં આવ્યું હતું. આ પછી, નદીઓની સફાઈની ગતિ બમણી થઈ ગઈ. ‘ટ્રેશ સ્કિમર’ ની મદદથી પાણીની સપાટી પર તરતો કચરો એકત્રિત કરવામાં આવે છે.

ટ્રેશ સ્કિમર મશીનનો ઉપયોગ કચરો સાફ કરવા માટે

‘ટ્રેશ સ્કિમર’ મશીનનો ઉપયોગ નદીઓ, બંદરો અને સમુદ્રમાં કચરો સાફ કરવા માટે થાય છે. આ મશીન પ્લાસ્ટિક, બોટલો, ધાર્મિક કચરો, કપડાં, ધાતુની વસ્તુઓ, પૂજાનો કચરો, મૃત પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે એકત્રિત કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મશીન દ્વારા એકત્રિત કરવામાં આવેલ કચરો નૈની નજીક એક જગ્યાએ નાખવામાં આવે છે.

Also read : મહાકુંભમાં ડૂબકી ઈચ્છા અધૂરી રહી ગઈઃ ટ્રાફિક જામ અને ભીડને લીધે ગુજરાતના પરિવારો પાછા ફર્યા

પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવે છે

આ કચરો દરરોજ વાહનો દ્વારા બસવાર સ્થિત ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. ત્યાં આ કચરામાંથી નાળિયેર, પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી અલગ કરવામાં આવે છે. પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવે છે, જ્યારે અન્ય સામગ્રીનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button