ટોપ ન્યૂઝમહાકુંભ 2025

મહાકુંભમાં તૂટ્યા મહા વર્લ્ડ રેકોર્ડઃ બ્રાઝિલ-જર્મનીને પાછળ મૂકીને રચ્યો નવો ઈતિહાસ…

પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશથી ભક્તોનું આવવાનું ચાલુ છે. અત્યાર સુધીમાં કરોડો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીની ત્રિવેણીમાં શ્રદ્ધાથી ડૂબકી મારી ચૂક્યા છે. પ્રયાગરાજની ધરતી પર કુંભમેળો ગયા મહિને 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્રિવેણીના સંગમ પર આયોજિત આ મેળા પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

Also read : ચમત્કારઃ કુંભમાં નાસભાગમાં ગુમ થયા પછી ખૂંટી ગુરુના અંતિમસંસ્કાર કરાયા ને પરત ફર્યાં…

2019માં 24 કરોડ ભક્તો આવ્યા હતા
વૈશ્વિક સ્તરે પ્રયાગરાજ મહાકુંભ મહાકુંભે વર્ષ 2025માં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 2019ના કુંભમાં 24 કરોડ ભક્તો આવ્યા હતા, જ્યારે તેની સામે હાલમાં સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી મારનારા લોકોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક ક્ષણ છે.

અંત સુધીમાં 60 કરોડની સંખ્યા પાર થઈ શકે

મહાકુંભના 32માં દિવસે રવિવારે આ ઐતિહાસિક આંકડો પાર થયો હતો. આ વખતે સરકારને 40 કરોડ ભક્તોના આગમનની આશા હતી, પરંતુ મહાકુંભના સમાપનના 12 દિવસ પહેલા આ સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે. વહીવટીતંત્રને આશા છે કે કુંભના અંત સુધીમાં આ આંકડો 60 કરોડ સુધી પહોંચી શકે છે.

બ્રાઝિલ, જર્મનીના ફેસ્ટિવલ ફિક્કા પડ્યાં છે

Sim Local

બ્રાઝિલનો રિયો ફેસ્ટિવલ હોય કે જર્મનીનો ઓક્ટોબર ફેસ્ટ, તેમની ભીડ મહાકુંભની સામે નગણ્ય છે. દુનિયાની કોઈ પણ ઈવેન્ટમાં આટલી મોટી સંખ્યામાં લોકો આવવાના કોઈ પુરાવા નથી. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારત અને ચીન પછી આ વખતે વિશ્વની ત્રીજી સૌથી મોટી વસ્તી આસ્થાના સંગમ મહાકુંભમાં ભાગ લઈ રહી છે.

રિયો કાર્નિવલમાં 46 મિલિયન પ્રવાસીએ લીધો હતો ભાગ
બ્રાઝિલના મહાકુંભ અને રિયો કાર્નિવલની પોતાની વિશેષતા છે. પરંતુ જો આપણે અહીં આવનારા લોકોની સંખ્યાની સરખામણી કરીએ તો, રિયો કાર્નિવલની સરખામણીમાં પવિત્ર સ્નાન કરનારા લોકોની સંખ્યા 10 ગણી વધારે છે. બ્રાઝિલના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં રિયો કાર્નિવલમાં 46 મિલિયન પ્રવાસીઓએ ભાગ લીધો હતો.

જર્મનીનો ફેસ્ટિવલ પણ પડી રહ્યો છે ફિક્કો
જર્મનીમાં દર વર્ષે ઓકટોબર ફેસ્ટનું આયોજન 16 દિવસ માટે કરવામાં આવે છે, જેમાં પ્રવાસીઓ જર્મન સંસ્કૃતિ, સંગીત, પરંપરાગત નૃત્ય અને સ્વાદિષ્ટ બીયરનો આનંદ માણે છે. જર્મનીના મ્યુનિકમાં આયોજિત ઓકટોબર ફેસ્ટની સરખામણી પણ મહાકુંભમાં ભક્તોની ભીડ સાથે કરવામાં આવી રહી છે. વર્ષ 2024માં, લગભગ 6.7 મિલિયન લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. હવે જ્યારે વિશ્વ ઉત્સવોના આયોજન અને લોકોની સંખ્યા વિશે ચર્ચા કરશે ત્યારે મહાકુંભ તેના માટે પ્રમાણ ગણાશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Also read : યુપી સરકારે મહાકુંભના આયોજનમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો ખર્ચ

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાશે

DD News

અહીં એ જણાવવાનું કે આજના દિવસે 300 કર્મચારી ગંગા નદીમાં સફાઈ કરશે, જ્યારે પંદરમી ફેબ્રુઆરીથી 15,000 કર્મચારી સફાઈ કરશે. સફાઈ અભિયાન અન્વયે 16મી ફેબ્રુઆરીના આઠ કલાકમાં લોકોને હેન્ડ પ્રિન્ટ આપવામાં આવશે, ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ ઉપસ્થિત રહેશે. વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું કુંભમાં નામ નોંધાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button