Mahakumbh ને લઈ હવાઈ ભાડા આસમાને, અમદાવાદથી પ્રયાગરાજનું ભાડુ પચાસ હજાર પહોંચ્યું | મુંબઈ સમાચાર

Mahakumbh ને લઈ હવાઈ ભાડા આસમાને, અમદાવાદથી પ્રયાગરાજનું ભાડુ પચાસ હજાર પહોંચ્યું

અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનો(Mahakumbh 2025)આરંભ થયો છે. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે, જો કે બસ-ટ્રેનમાં લોકોના ધસારાના પગલે ઘણાં લોકો વિમાન દ્વારા ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તકનો લાભ લાભ લઈને અમદાવાદથી ઓપરેટ થતી એરલાઇન્સ કંપનીઓ દ્વારા લોકોને લૂંટવાનું શરૂ કરી દેવાયું છે. આ અસામાન્ય ભાવ વધારાને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તમામ ટ્રેનો પણ હાઉસફૂલ

આ વધતા ભાડાના કારણે પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચવા માટે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. કારણ કે સામાન્ય જનતાને આ ભાડું પોસાય તેમ નથી. તેમ છતા ના છૂટકે મોંઘા ભાડા ભરીને જવું પડી રહ્યું છે. અત્યારે પ્રયાગરાજ જતી તમામ ટ્રેનો પણ હાઉસફૂલ જોવા મળી રહી છે. અને પ્રાઇવેટ વાહનમાં જવા આવવામાં લોકોનો ટાઇમ ઘણો બગડી રહ્યો છે.

વિમાનનું ભાડુ અધધધ 50 હજારને પાર પહોંચી ગયું

અમદાવાદથી પ્રયાગરાજના વિમાન ભાડાની વાત કરવામાં આવે તો, હાલમાં વિમાનનું ભાડુ અધધધ 50 હજારને પાર પહોંચી ગયું છે. જે સામાન્ય દિવસોમાં 5 થી 6 હજાર જેટલું હોય છે. મળતી વિગતો મુજબ અનુસાર, એર ઈન્ડિયાનું ભાડું 59,234, આકાસા એરનું ભાડું 30,066, એલાયન્સ એરનું ભાડું 48,351, ઈન્ડિગોનું ભાડું 45,294 અને સ્પાઈસ જેટનું ભાડું વધીને રૂ. 40,747 એ પહોંચ્યું છે. આમ મહાકુંભના કારણે વિમાનની ટિકિટના દરમાં સામાન્ય દિવસો કરતાં અંદાજે 7 ગણો વધારો થઈ ગયો છે.

સંબંધિત લેખો

Back to top button