ચમત્કારઃ કુંભમાં નાસભાગમાં ગુમ થયા પછી ખૂંટી ગુરુના અંતિમસંસ્કાર કરાયા ને પરત ફર્યાં…

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 29 જાન્યુઆરીએ મોડી રાત્રે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાસભાગની ઘટનામાં ગુમ થયેલા વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ માનીને તેના પરિચિતોએ અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા. જોકે જ્યારે તેમની તેરમીની વિધિ ચાલી રહી હતી ત્યારે જ ખૂંટી ગુરુ ઘરે પહોંચતા શોકનો માહોલ ઉજાણીમાં ફેરવાઇ ગયો હતો.
Also read : યુપી સરકારે મહાકુંભના આયોજનમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો ખર્ચ
ભાગદોડમાં થયા હતા ગુમ
મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડ પછી ખૂંટી ગુરુ ગુમ થઈ ગયા હતા. પરિવારે તેમની શોધ માટે અનેક પ્રયત્નો કર્યા પણ ઘણા દિવસો સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યારબાદ તેના મિત્રોએ 13 બ્રાહ્મણો માટે તેરમાના ભોજનની તૈયારી કરી હતી, જ્યારે તેમની તેરમાંની વિધિ ચાલી રહી હતી, ત્યારે ઈ-રિક્ષા દ્વારા ખૂંટી ગુરુ ઘરે પહોંચ્યા હતા તેને જીવતા જોઈને તેના મિત્રોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.
Also read : રાજીનામું આપ્યા બાદ યુ ટર્ન, મમતા કુલકર્ણી ફરીથી મહામંડલેશ્વર બન્યા…
શું કહ્યું ખૂંટી ગુરુએ?
જીવતા પાછા ફર્યા બાદ ખૂંટી ગુરુએ કહ્યું કે મહાકુંભ મેળામાં ભગવદ ભજન અને ભોજનની કોઈ કમી નથી. આથી જ તેઓ ત્યાં ટકી રહ્યા. છેવટે, આટલો દુર્લભ સંયોગ 144 વર્ષ બાદ બન્યો હતો, આથી તેણે તેનો પૂરો લાભ લીધો. સંગમસ્નાનનો પૂરો લાભ લીધો. ઋષિઓ અને સંતોના પ્રવચનો સાંભળતા રહ્યા. તેમણે કહ્યું કે મને ત્યાંથી પાછા ફરવાનું મન થયું નહોતું.