ટોપ ન્યૂઝમહાકુંભ 2025

Video: મહાકુંભના સમાપન બાદ પણ સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભીડ

નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું બુધવારે સમાપન થયું હતું. પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ તટ પર ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ અહીં આસ્થાની ડૂબકી લગાવવાની સાથે પૂજા પણ કરી રહ્યા છે. આ પૈકી ઘણા 45 દિવસ સુધી ચાલેલા આ ભવ્ય આયોજન દરમિયાન પવિત્ર સ્નાન કરી ચુક્યા હતા.

જોકે હવે પ્રયાગરાજમાં વાહનવ્યવહારને છૂટ આવામાં આવી છે. કુંભ મેળા વિસ્તારની આસપાસના મેદાન હવે વિવિધ રાજ્યોથી આવેલી કાર અને અન્ય વાહનોના પાર્કિંગ સ્થળ બની ગયા છે. અનેક લોકો સીધા ગંગા ઘાટ તરફ જઈ રહ્યા છે. શુક્રવારે સવારથી જ હજારો લોકો ત્રિવેણી સંગમ પર ઉમટી પડ્યા છે અને સ્નાન-અનુષ્ઠાન કરી રહ્યા છે.

આ પણ વાંચો…ગુજરાતમાં પોક્સો કેસમાં એક જ દિવસે ફટકારાઈ 7 બળાત્કારીઓને આજીવન કેદ

સવારે પાંચ વાગ્યાથી જ ઘાટ પર બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ ઉપરાંત પ્રયાગરાજના અનેક સ્થાનિકો આવ્યા હતા. મહાકુંભ દરમિયાન સંગમ સુધી ન આવી ચુકેલા તીર્થયાત્રીઓ હવે સંગમ પર પવિત્ર સ્નાન કરીને કુંભમેળા જેવો જ અનુભવ કરી ચુક્યા છે. મોટાભાગના તીર્થયાત્રી સંગમ તટ પર આવી રહ્યા છે, તેની આસપાસના ઘાટ પણ શ્રદ્ધાળુઓથી ઉભરાયા છે.

મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરીએ થઈ હતી અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપન થયું હતું. મહાકુંભ મેળા દરમિયાન 66 કરોડથી વધુ લોકોએ ત્રિવણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button