આખી જિંદગી VIP ટ્રીટમેન્ટમાં રહેનારા લોકો કરે છે મહાકુંભનો દૂષ્પ્રચાર; CM યોગીનો અખિલેશને જવાબ…
![cm yogi attacks akhilesh yadav over mahakumbh](/wp-content/uploads/2025/02/cm-yogi-vs-akhilesh-yadav.jpg)
નવી દિલ્હી: મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક મોટું નિવેદન આપ્યું છે. મહાકુંભ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા મુદ્દાઓ વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે. તેઓ મહાકુંભ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એ જ લોકો છે જે હંમેશા VIP ટ્રીટમેન્ટમાં રહ્યા છે. મુખ્ય પ્રધાનયોગીએ એમ પણ કહ્યું કે આ લોકો સનાતન ધર્મ વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહ્યા છે.
Also read : સંસદમાં આ તારીખે રજૂ કરાશે Waqf Amendment Bill પર જેપીસીનો અહેવાલ…
આખી જિંદગી VIP ટ્રીટમેન્ટમાં
પ્રાપ્ત વિગતો અનુસાર લખનઉના ચારબાગમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભ પર પ્રશ્નો ઉઠાવવા બદલ સપા વડા અખિલેશ યાદવનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. મુખ્ય પ્રધાને કહ્યું કે જે લોકો મહાકુંભને લઈને ખોટો પ્રચાર ફેલાવે છે તેઓ હંમેશા નકારાત્મકતા ફેલાવશે અને આ એ જ લોકો છે જેઓ હંમેશા VIP ટ્રીટમેન્ટમાં પોતાનું જીવન જીવ્યા છે. આ લોકો સનાતન વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહ્યા છે.
Also read : મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ
આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભમાં દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટ્યો છે. દેશભરના ઘણા ફિલ્મ સ્ટાર્સ અને મોટા રાજકારણીઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. આજે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ મહાકુંભમાં પહોંચ્યા હતા. સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 1.10 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. સ્નાન કરનારાઓની કુલ સંખ્યા 40 કરોડને વટાવી ગઈ છે.