મહાકુંભ 2025

દિલ્હીથી પ્રયાગરાજનું બસ ભાડું આસમાને; એક સ્લિપર સીટનું ભાડું આટલા હજાર રૂપિયા

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહાકુંભ મેળો તેના (Maha Kumbhmela) અંતિમ તબક્કામાં છે. 26 ફેબ્રુઆરીએ મહાકુંભનો અંતિમ દિવસ છે. હાલમાં, મોટી સંખ્યામાં લોકો રોડ અને રેલ મારફતે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ માટે દોડી રહેલી સ્પેશિયલ ટ્રેનોમાં લોકોનો ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પ્રાઈવેટ વાહનો મારફતે પણ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. જ્યારે લોકો મોંધુદાટ ભાડું ચૂકવીને પણ બસ દ્વારા મહાકુંભ જઈ રહ્યા છે.

આ પણ વાંચો: મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ

વધુ ડિમાંડનો લાભ ઉઠાવીને બસ સર્વિસ કંપનીઓ વધુ ભાડું વસુલી રહી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં ભાડામાં 3 થી 4 ગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજ સુધી સ્લીપર બસની સીટ માટે 10,000 રૂપિયા સુધીનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને CM યોગીએ કરી અપીલ; કહ્યું “તે દરેક સહિયારી જવાબદારી….

ઓનલાઈન બસ ટીકીટ એપ પર ચેક કરતા જણાયું કે રવિવારે રાત્રે દિલ્હીથી પ્રયાગરાજ જતી અને સવારે પ્રયાગરાજ પહોંચતી બસની સ્લીપર સીટ માટે 3500 રૂપિયા સુધી ચાર્જ કરવામાં આવી રહ્યો છે. સીટર માટે 2,000 રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવી રહ્યું હતું. ખાલી સીટની સંખ્યાના આધારે આ ભાડું પણ વધઘટ થયા કરે છે.

જયારે પ્રિમીયમ બસ માટે 9,600 રૂપિયા (સ્લીપર) અને 6,800 રૂપિયા (બેઠક) ભાડું વસુલવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજથી પાછા ફરવાના બસ ભાડા પણ આસમાને પહોંચી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button