gautam adani : મહાકુંભ દુર્ઘટનાથી પીડિતોને મદદ કરશે...
આમચી મુંબઈમહાકુંભ 2025

મહાકુંભની હૃદયદ્રાવક દુર્ઘટનાના અસરગ્રસ્તોને અદાણી જૂથ મદદ કરશે…

ગૌતમ અદાણીએ મૃતકોને શ્રદ્ધાંજલી અને શોકગ્રસ્તોને સંવેદના પાઠવી

Mumbai:પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મહાકુંભમાં બુધવારે બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ અદાણી જૂથે સરાહનીય કાર્ય કર્યું છે. અદાણી ગ્રુપે મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેને આ હૃદયદ્રાવક ઘટના અંગે દુખ વ્યક્ત કરતા દિવંગત આત્માઓને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

Also read : મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે મોડી રાત્રે મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર 
લખ્યું છે કે, “મહાકુંભમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે દિવંગત આત્માઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મહાકુંભમાં હાજર રહેલા અદાણી પરિવારના તમામ સભ્યો અને સમગ્ર અદાણી ગ્રુપ, મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી, અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે”.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૌતમ અદાણી સંગમ નગરી પ્રયાગરાજમાં ‘મહાકુંભ 2025’ ના ભવ્ય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ મહાકુંભ મેળામાં ઇસ્કોન મંદિરના શિબિરની મુલાકાત લીધી. તેમણે પત્ની સાથે મળીને ઇસ્કોન મંદિર કેમ્પમાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનું વિતરણ કર્યું. ત્યારબાદ ગૌતમ અદાણીએ તેમની પત્ની પ્રીતિ અદાણી સાથે ‘સંગમ ઘાટ’ પર પૂજા કરી લેટે હનુમાન મંદિરના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

Also read : પ્રયાગરાજમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ , પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ

આ વર્ષે અદાણી ગ્રુપ ઇસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં આવતા ભક્તોની સેવા કરવામાં પરોવાયેલું છે. 
ઇસ્કોન સાથે સહયોગથી અદાણી ગ્રુપ દરરોજ લાખો ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરી રહ્યું છે.

Back to top button