મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત; ટ્રકની ટક્કરથી 6 લોકોના મોત…
![ghazipur road accident mahakumbh devotees killed](/wp-content/uploads/2025/01/ghazipur-road-accident-news.jpg)
લખનઉ: ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતના અહેવાલો મળી રહ્યા છે. મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક વાનને એક ટ્રકે ટક્કર મારી હતી, જેના પરિણામે 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. પિકઅપમાં કુલ 24 લોકો હતા. આ અકસ્માતમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ગાઝીપુર મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા.
Also read : વારાણસીમાં ગંગા નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી, NDRF ટીમની ત્વરિત કાર્યવાહી
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર
જો કે અકસ્માતની ઘટના સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની વિગતો મળતા જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ઘાયલો અને મૃતકો બધા ગોરખપુરના બાંસગાંવ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી છે અને ફરાર ટ્રક ડ્રાઈવરની શોધ ચાલી રહી છે.
રસ્તા પર મૃતદેહોની હાર
પ્રાપ્ત વિગતો અનુસાર મહાકુંભથી પરત ફરી રહેલા પિકઅપને વારાણસી વારાણસી-ગાઝીપુર-ગોરખપુર સર્કલ નજીક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે પિકઅપમાં બેઠેલા લોકો રસ્તા પર જ પડી ગયા હતા અને ત્યારે પસાર થયેલી એક ટ્રકે આ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહો રસ્તા પર આમ તેમ પડ્યા હતા.
બધા લોકો કુંભમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. પિકઅપમાં કુલ 24 લોકો સવાર હતા, જેમાંથી 6 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. હાલમાં બધા ઘાયલો અને મૃતકોને ગાઝીપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદથી આરોપી ટ્રક ડ્રાઈવર ફરાર છે, તેની શોધ પોલીસ કરી રહી છે.
Also read : વિવાદ બાદ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને સામે કરી કાર્યવાહી
મુખ્યપ્રધાને સંવેદના વ્યક્ત કરી
અકસ્માતની માહિતી મળતાની સાથે જ જિલ્લા કલેકટર આર્યકા અખૌરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગાઝીપુરમાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. મુખ્ય પ્રધાને અકસ્માત અંગે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.