ટોપ ન્યૂઝનેશનલ

Mahakumbh 2025: મૌની અમાસ માટે રેલવેએ કરી ખાસ વ્યવસ્થા; દર 4 મિનિટે દોડશે સ્પેશિયલ ટ્રેન…

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી (Mahakumbh Mela Prayagraj) રહી છે, છે. ખાસ કરીને પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ મૌની અમાસ (Mauni Amavashya) છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહાત્મ્ય છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શકતા છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ (Indian Railway) ખાસ વ્યવસ્થા કરી છે, જેના માટે પ્રયાગરાજના રેલવે સ્ટેશનોથી દર 4 મિનિટે ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.

Also read : માનો યા ના માનોઃ લંડન કરતા પ્રયાગરાજ પહોંચવાનું બન્યું મોંઘું

બુધવારે ત્રિવેણી સંગમમાં લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવે તેવી શક્યતા છે, તેમાંથી લગભગ 10% શ્રદ્ધાળુઓ ટ્રેન દ્વારા મુસાફરી કરે તેવી શક્યતા છે.

દર ચાર મિનિટે એક સ્પેશીયલ ટ્રેનો:
મૌની અમાવસ્યાના દિવસે મુસાફરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ પ્રયાગરાજ સ્ટેશનોથી દર ચાર મિનિટે એક વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે. રેલ્વે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક જ દિવસમાં 150થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જે એક મોટી સિદ્ધિ હશે.

પહેલે જ ટીકીટ બુક કરાવી હોય એ મુસાફરો માટે શહેર બાજુએ અલગથી એન્ટ્રી ગેટ નંબર 5 રાખવામાં આવ્યો છે. જેમને ટીકીટ બૂક ના કરી હોય, તેવા મુસાફરો તેમના રૂટ અનુસાર કલર-કોડેડ શેલ્ટરમાં રાખવામાં આવશે. આ શેલ્ટર્સમાં મુસાફરોની સુવિધા માટે ટિકિટ કાઉન્ટર, એટીએમ અને મોબાઇલ ટિકિટિંગ પણ હશે.

Also read “ગંગામાં ડૂબકીથી ગરીબી દૂર નહિ થાય” ખડગેના નિવેદન મુદ્દે ભાજપે વ્યક્ત કરી નારાજગી

અગાઉ 2019 માં અર્ધ કુંભ દરમિયાન, મૌની અમાવસ્યા પર 85 ટ્રેનો ચલાવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button