નેશનલ

આજે મહાકુંભમાં 100થી વધુ વિદેશી મહેમાનો પધારશે, આવતીકાલે ફરી તંત્રની પરીક્ષા

પ્રયાગરાજઃ પવિત્ર નગરી પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભનો આજે 20મો દિવસ છે. વહેલી સવારથી જ લોકો સંગમમાં આસ્થાપૂર્વક ઉમટી પડ્યા હતા. સંગમમાં સ્નાન કરવા માટે અનેક રાજ્યોમાંથી ભક્તો પ્રયાગરાજ પોહોંચી રહ્યા છે. રોજ ભક્તોનુ ઘોડાપુર કુંભમાં પહોંચે છે ત્યારે ખાસ વાત એ છે કે આજે દેશ વિદેશમાંથી પણ 100 થી વધુ મહેમાનો મેળો જોવા માટે પ્રયાગરાજ(prayagraj)આવી રહ્યા છે. કુંભમેળામાં થયેલી નાસભાગની ઘટના બાદ પ્રશાસન વધારે સજાગ થઈ ગયું છે, બીજી બાજુ શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં કોઈ ફરક પડ્યો નથી.

એરપોર્ટ પર પણ ભીડ
પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ફ્લાઈટ દ્વારા આવી રહ્યા છે. મહાકુંભના માત્ર 18 દિવસમાં 91,690 ભક્તો ફ્લાઈટ મારફતે કુંભમાં આવ્યા હતા. આ દરમિયાન 650 થી વધુ ફ્લાઈટ્સની અવરજવર થઈ હતી. પહેલી વાર પ્રયાગરાજથી ચેન્નાઈ સહિત ઘણા મોટા શહેરો માટે સીધી ફ્લાઈટ શરૂ થઈ છે ત્યારે માનવામાં આવે છે કે એક દિવસમાં 60 થી વધુ ફ્લાઈટ્સની અવરજવર થઈ છે. સામાન્ય રીતે ઓછા પેસેન્જર જોવા મળતા હોય છે, પરંતુ છેલ્લા 10 દિવસથી અહીં પણ ભીડ જામી હોય તેાવ દૃશ્યો છે અને હજુ ફેબ્રુઆરી મહિનામાં લોકો મોટી સંખ્યામાં આવશે, તેમ માનવામાં આવે છે.

આજે વિદેશીઓનો મેળો જામશે
ભારતનો કુંભમેળો વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે આજે અંદાજે 77 દેશોના ભારત સ્થિત રાજદુત કુંભ મેળામાં ભાગ લેશે. 118 સભ્યોના પ્રતિનિધિમંડળમાં વિવિધ વિદેશી મિશનના વડાઓ તેમના પરિવાર સાથે અહીં આવે તેવી શક્યતા છે. એક અંદાજ મુજબ આજે દેશ વિદેશમાંથી પણ 100 થી વધુ મહેમાનો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે.
એક દિવસમાં મહાકુંભમાં 54.26 લાખ ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી હતી. જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓ અને 44.26 લાખ ભક્તોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…UPI યુઝર્સ થઈ જજો સાવધાન! પેમેન્ટ કરતા પહેલા જાણી લેજો નવા નિયમો અન્યથા….

વસંત પંચમીએ ફરી તંત્રની પરીક્ષા
આવતીકાલે વસંતપંચમી છે અને રવિવારની રજા પણ છે. આથી અહીં ફર કરોડોમાં લોકો આવે તેવી સંભાવના છે. વસંત પંચમી સુધીમાં મહા કુંભ મેળામાં સ્નાન કરનારા લોકોની સંખ્યા 35 કરોડ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, આ વસ્તી અમેરિકાની વસ્તી કરતા વધુ હોઈ શકે છે. દરમિયાન અહીં ઊભરાતી ભીડને ધ્યાનમાં રાખી મહાકુંભમાં યોજાનાર તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો 5 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવ્યા છે. ગંગા, યમુના, સરસ્વતી અને ત્રિવેણી પંડાલમાં કોઈ કાર્યક્રમ યોજાશે નહીં. કલ્ચર ડિપાર્ટમેન્ટ હવે નવું શિડ્યુઅલ જાહેર કરે તેવી સંભાવના છે. મૌની અમાસના રોજ અહીં ભારે ભીડ અને નાસભાગને લીધે 30 જેટલા શ્રદ્ધાળુના કચડાઈનો મોત થયાની ઘટનાએ તંત્રને વધારે સતર્ક બનાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button