નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની(Mahakumbh 2025)પ્રારંભ પૂર્વે યુપીના સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગીએ પીએમ મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. આ મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.જેમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : Mahakumbh-2025માં આ મહાનુભાવો પણ પહોંચશે ગંગા મૈયામાં ડૂબકી લગાવવા…
રાષ્ટ્રપતિને પણ મહાકુંભનું આમંત્રણ આપવામાં આવ્યું
આ પૂર્વે યુપીના સીએમ યોગીએ 30 ડિસેમ્બરે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય વડા જેપી નડ્ડા, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. તેમજ મહાકુંભમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
‘કુંભવાણી’ એફએમ ચેનલ શરૂ થઈ
સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે મહાકુંભ 2025 સંબંધિત માહિતી પ્રસારિત કરવા માટે એફએમ ચેનલ ‘કુંભવાણી’નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રસાર ભારતીએ મહાકુંભ વિશે વ્યાપક માહિતી પ્રસારિત કરવા માટે OTT-આધારિત કુંભવાણી FM ચેનલ શરૂ કરી છે. તે 103.5 મેગાહર્ટ્ઝ પર સાંભળી શકાય છે. તે ચેનલ પર 10 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે ૫.૫૫ થી રાત્રે 10.05 વાગ્યા સુધી કુંભ મેળા સંબંધિત પ્રસારિત થશે.
ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર
આ ઉપરાંત, સીએમ યોગીએ ડિજિટલ મહાકુંભ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે તે ધાર્મિક મેળાવડાની દિવ્યતા અને ભવ્યતાને ડિજિટલ રીતે દર્શાવે છે. આ કેન્દ્રમાં મહાકુંભ, સમુદ્ર મંથન, પ્રયાગ મહાતમ અને ત્રિવેણી સંગમની વાર્તાઓ ડિજિટલ રીતે પ્રદર્શિત કરવામાં આવશે. ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર કુંભ મેળા વિસ્તારના સેક્ટર 3 માં 60,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તેને 12 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Mahakumbh 2025 : મહાકુંભમાં મુસ્લિમોને પ્રવેશને લઈને સીએમ યોગીનું મોટું નિવેદન
2 લાખ કરોડ રૂપિયા સુધીની આર્થિક વૃદ્ધિની શકયતા
સીએમ યોગી આદિત્યનાથે કુંભ મેળાથી 2 લાખ કરોડ રૂપિયા સુધીના આર્થિક વિકાસનો અંદાજ લગાવ્યો છે. મહાકુંભના આર્થિક પ્રભાવ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે 2019ના કાર્યક્રમે રાજ્યના અર્થતંત્રમાં 1.2 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આગમનની અપેક્ષા સાથે મહાકુંભ મેળામાં 2 લાખ કરોડ રૂપિયા સુધીની આર્થિક વૃદ્ધિની શકયતા છે.