નેશનલ

Mahakumbh 2025: મહાકુંભમાં આજે 25 લાખ લોકોએ કર્યું સ્નાન, અત્યાર સુધી 7.30 કરોડ લોકોએ લગાવી ડૂબકી…

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં  ભવ્ય મહાકુંભનું(Mahakumbh 2025)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કડકડતી ઠંડી છતાં પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ જોશ અને ઉત્સાહપૂર્વક મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવવા પહોંચી રહ્યા છે. આજે મહાકુંભનો છઠ્ઠો દિવસ છે.  જેમાં શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 25 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જેમાં 10 લાખ કલ્પવાસીઓ અને 15 લાખ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે. મહાકુંભમાં શુક્રવાર સાંજના આંકડા અનુસાર અત્યાર સુધી  7 કરોડ 30 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.

આ પણ વાંચો : Kumbhmela-2025: જો પરિસ્થિતિઓ તમને મા ગંગા કિનારે ન જવા દે તો આ મંત્રજાપ કરો અને…

મહાકુંભમાં અંદાજે 45 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના

મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. મહાકુંભના પહેલા જ દિવસે, સંગમમાં ડૂબકી લગાવનારા ભક્તોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ. બીજા દિવસે, મકરસંક્રાંતિના અમૃત સ્નાન પ્રસંગે  આ સંખ્યા વધુ વધી ગઈ અને એક જ દિવસમાં, સાડા ત્રણ કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું. મૌની અમાવસ્યા પર 10 કરોડથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે.

144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે

13મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. કુંભ દર 12 વર્ષે એક વખત યોજાય છે અને જ્યારે 12 કુંભ મેળાનું એક ચક્ર પૂરું થાય છે ત્યારે એટલે કે 144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ મહાકુંભ પ્રયાગરાજમાં જ યોજાય છે. જ્યારે 12 વર્ષે યોજાતા નાસિક, હરિદ્વાર, ઉજ્જૈન તેમ જ પ્રયાગરાજમાં યોજાય છે.

આ પણ વાંચો : મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, જાણો તેનો ઇતિહાસ

બીજુ અમૃત સ્નાન મૌની અમાવસ્યા પર થશે

આ વખતે, ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભને ઐતિહાસિક બનાવવા માટે મોટા પાયે તૈયારીઓ કરી છે. મહાકુંભ 12 વર્ષે એકવાર યોજાય છે. મહાકુંભમાં પહેલું અમૃત સ્નાન મકરસંક્રાંતિના રોજ પૂર્ણ થયું છે. જ્યારે  બીજુ અમૃત સ્નાન મૌની અમાવસ્યા પર થશે અને ત્રીજું અમૃત સ્નાન વસંત પંચમી પર થશે. આ તારીખોએ પણ મોટી સંખ્યામાં ભક્તો ધાર્મિક સ્નાન કરવા માટે સંગમ પહોંચશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button