144 વર્ષ બાદ કેવો હશે મહાકુંભનો નજારો, ફોટો જોઈને તમારા હોંશ ઊડી જશે…
હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને અત્યાર સુધી કરોડો લોકોએ આ કુંભમાં ડૂબકી લગાવીને મોક્ષપ્રાપ્તિનો માર્ગ મોકળો કરી દીધો છે. મહાકુંભને લઈને યોગી સરકારે ભરપૂર તૈયારીઓ કરી છે, જેમાં ટેન્ટ સિટીથી લઈને ટોઈલેટ્સ, પીવાનું પાણી જેવી વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે અને તેમ છતાં શ્રદ્ધાળુઓને નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર 144 વર્ષ યોજાનારા મહાકુંભની ઝલક દેખાડતા ફોટો વાઈરલ થઈ રહ્યા છે, અલબત્ત આ ફોટો એઆઈ જનરેટેડ છે, પરંતુ 144 વર્ષ બાદના મહાકુંભની ઝલક જોઈને તો કદાચ તમે પણ ચોંકી ઉઠશો-
અત્યારનો સમય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આવ્યા બાદથી તો લોકોની લાઈફ ખૂબ જ સરળ બની ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તમે ભવિષ્યની વસ્તુઓની કલ્પના કરી શકો છો. દુનિયા ધીરે ધીરે ટેક્નિકલ થતી જઈ રહી છે અને એમાંથી જ એક છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. કુંભમેળો દર 12 વર્ષે યોજાય છે, પરંતુ મહાકુંભ 144 વર્ષ બાદ એટલે કે 12 કુંભમેળાની સાઈકલ પૂરી થયા બાદ યોજાય છે.
1881માં મહાકુંભ યોજાયો હતો અને ત્યાર બાદ હવે 144 વર્ષે 2025માં મહાકુંભ યોજાઈ રહ્યો છે. હવે પછીનો કુંભ યોજાશે 2169માં યોજાશે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં એક જ વખત મહાકુંભમાં સામેલ થઈ શકે છે અને એ સમયનો નજારો કેવો હશે એની કલ્પના એઆઈ દ્વારા કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર આ ઈમેજિનરી મહાકુંભની ઝલક જોઈને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે. આ મહાકુંભમાં લોકોને પોતાની આસપાસમાં સાધુ-બાબા નહીં પણ રોબોટિક સાધુઓ જોવા મળશે. આ રોબોટિક સાધુઓ પોતાની હથેળીથી જ આરતીની જ્યોત પ્રગટાવી શકશે. આ સિવાય આકાશમાં અનેક પ્રકારના ગ્રહ-નક્ષત્રનો સંગમ પણ લોકો નરી આંખે જોઈ શકશે.
આ પણ વાંચો : 10 હજાર પુશઅપ્સ લગાવી શકતા મહાકુંભના આ પહેલવાન બાબાને મળો….
આ વીડિયોની અલૌકિક તાકાતે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે અને જે પણ આ ફોટો અને વીડિયો જોઈ રહ્યા છે તેઓ એના દિવાના થઈ રહ્યા છે. આજના સમયમાં જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત જ થઈ છે ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે 144 વર્ષ બાદ તો આ ટેક્નોલોજી ખૂબ જ એડવાન્સ થઈ જશે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. આ પરિસ્થિતિમાં મહાકુંભનો હિસ્સો બનનારા લોકો પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યા છે.