નેશનલમનોરંજન

Mahadev App case: આ બોલીવૂડ કલાકારોને પણ મળ્યા છે સમન્સ

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે મહાદેવ બેટિંગ એપ કેસમાં સંડોવણી બદલ ધરપકડ કરી છે. 47 વર્ષીય અભિનેતાની મુંબઈ પોલીસે 40 કલાકના લાંબા ઓપરેશન બાદ ધરપકડ કરી હતી. સ્ટાઈલ, એક્સક્યુઝ મી અને અલાદ્દીન જેવી ફિલ્મો માટે જાણીતો અભિનેતા એ 32 લોકોમાં સામેલ છે જેમના પર સટ્ટાબાજીની એપનો પ્રચાર કરવાનો આરોપ છે.

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં સાહિલ ખાન ઉપરાંત બોલિવૂડની અન્ય ઘણી હસ્તીઓને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે મહાદેવ સટ્ટાબાજીની એપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તુ જૂઠી મેં મક્કર સ્ટાર્સને કથિત રીતે એપને પ્રમોટ કરવા માટે પેમેન્ટ મળ્યું હોવાની માહિતી મળી હતી. તેને સટ્ટાબાજીની એપમાંથી મળેલા નાણાંના સ્ત્રોતની માહિતી આપવા માટે બોલાવવામાં આવ્યો હતો.

કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાનને ફેબ્રુઆરીમાં દુબઈમાં એક લગ્નમાં પરફોર્મ કર્યા બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. EDએ ખુલાસો કર્યો છે કે સેલિબ્રિટીઓને હવાલા ટ્રાન્ઝેક્શન દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી. EDએ જણાવ્યું કે લગ્નમાં પરફોર્મ કરવા માટે 17 બોલિવૂડ સેલિબ્રિટીઓને ચાર્ટર્ડ ફ્લાઈટમાં દુબઈ લાવવામાં આવી હતી. હવાલા દ્વારા આ તમામને કરોડો રૂપિયા કથિત રીતે ચૂકવવામાં આવ્યા હતા.

આ મહાદેવ ગેમિંગ એપની બીજી એપ્લિકેશન છે, જે ક્રિકેટ, પોકર, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ કાર્ડ ગેમ્સ અને ચાન્સ ગેમ્સ જેવી વિવિધ લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

બાહુબલી સ્ટાર તમન્ના ભાટિયાને તાજેતરમાં ફેરપ્લે એપ નામની મહાદેવ બેટિંગ એપની સિસ્ટર એપના પ્રમોશનના સંબંધમાં સમન્સ મોકલવામાં આવી છે. તેને આવતા અઠવાડિયે સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અભિનેત્રીને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ફેરપ્લે સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ જોવાના કથિત પ્રચાર માટે સમન્સ મોકલવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા મહારાષ્ટ્ર સેલે આ મામલામાં રેપર બાદશાહના મેનેજર અને અભિનેતા સંજય દત્ત અને જેકલીન ફર્નાન્ડીઝના નિવેદન નોંધ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button