નેશનલ

મેસી વિના મેજિક: આર્જેન્ટિનાનો બોલિવિયા સામે 3-0થી ભવ્ય વિજય

વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાએ મંગળવારે અહીં બોલિવિયા સામે 3-0થી જીત મેળવીને દક્ષિણ અમેરિકાના 2026 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં તેમની પ્રભાવશાળી શરૂઆત ચાલુ રાખી હતી. આર્જેન્ટિનાની ટીમમાં સુકાની લિયોનલ મેસ્સી વિના રમતા એન્ઝો ફર્નાન્ડિઝે મેચની 31મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી.

તેના થોડા સમય પછી જ્યારે ક્રિસ્ટિયન રોમેરો પર રફ ચેલેન્જ માટે રોબર્ટો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ બતાવવામાં આવ્યું ત્યારે યજમાનોને 10 પ્લેયર સાથે રમવાની ફરજ પડી હતી. મેચની 42મી મિનિટે નિકોલસ ટેગ્લિયાફીકોએ હેડર દ્વારા ગોલ કરીને આર્જેન્ટિનાની લીડ 2-0થી વધારી દીધી હતી.


આ પછી નિકોલસ ગોન્ઝાલેઝે મેચની 83મી મિનિટે વધુ એક ગોલ કરીને આર્જેન્ટિનાની લીડ 3-0થી વધારી દીધી અને અંતે આ સ્કોર નિર્ણાયક સાબિત થયો હતો. આ જીત સાથે આર્જેન્ટિનાના હવે તેની પ્રથમ બે ક્વોલિફાયર મેચમાંથી છ પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે બોલિવિયાના હજુ ખાતું ખોલવાનું બાકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button