નેશનલસ્પેશિયલ ફિચર્સ

બે મિનિટમાં બનતી Maggi સ્વિટર્ઝલેન્ડના એક નિર્ણયને કારણે થશે મોંઘી? જાણી લો શું છે કારણ…

આપણામાંથી ઘણા લોકોને બે મિનિટમાં બનનારી મેગી (Maggi) ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. પરંતુ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે સ્વિટઝર્લેન્ડના એક નિર્ણયને કારણે આ મેગીની કિંમતમાં પહેલી જાન્યુઆરીથી વધારો થઈ શકે છે. આ વધારો સ્વિટર્ઝલેન્ડ એક નિર્ણયને કારણે થવા જઈ રહ્યો છે. ચાલો તમને ઈનસાઈડ સ્ટોરી જણાવીએ-

વાત જાણે એમ છે કે 1994માં ડબલ ટેક્સેશન એવોઈડેન્સ એગ્રિમેન્ટ (DTAA) કર્યો હતો અને આ કરાર હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન(MFN) ક્લોઝને પહેલી જાન્યુઆરી, 2025થી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અહીંયા તમારી જાણ માટે કે 2022માં પણ મેગીની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ નિર્ણય અમલી બનાવવામાં આવતા તમારી ફેવરેટ મેગી મોંઘી થઈ જશે. અહીંયા તમારી જાણ માટે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે ડબલ ટેક્સેશન એવોઈડેન્સ એગ્રિમેન્ટને ત્યાં સુધી લાગુ કરી શકાય એમ નથી જ્યાં સુધી તેને ઈનકમ ટેક્સ એક્સ હેઠળ અધિસૂચિત નહીં કરવામાં આવે. કોર્ટના આ નિર્ણય બાદ સ્વિસ કંપનીઓ પર અસર પડશે અને હવે તેમણે ડિવિડન્ટ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. જો કંપનીઓ વધારે ટેક્સ ચૂકવશે તો સ્વાભાવિક છે કે તેઓ પોતાના પ્રોડક્ટની કિંમત વધારશે.

આ પણ વાંચો : લોટના સ્વરૂપમાં સર્વવ્યાપી રાક્ષસ…

ટેક્સમાં વધારાના સીધી સીધી અસર સ્વિસ કંપનીઓ જેવી નેસ્લે વગેરેની કમાણી પર પડશે. તેમના પ્રોડક્ટ મોંઘા થઈ શકે છે, કારણ કે આ કંપનીઓ ભારતીય આવક સ્રોતથી પ્રાપ્ત ડિવિડેન્ટ પર 10 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે, જે પહેલાં ઓછું હતું.

ભારતીય કોર્ટના નિર્ણય પર સ્વિટર્ઝલેન્ડનું એવું કહેવું છે કે ભારતમાં તેમને બાકીની દેશો જેવા લાભ નથી થયો, જેની સાથે તેમના અનુકૂળ કરાર કરવામાં આવ્યા છે. આ વાતથી નારાજ થઈને સ્વિટર્ઝલેન્ડે 2025થી મોસ્ટ ફેવર્ડ નેશનને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. સ્વિટર્ઝલેન્ડના આ નિર્ણયથી સ્વિસ કંપનીના ઉત્પાદનો મોંઘા થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button