નેશનલ

Magadh Express Accident : બિહારમાં ચાલતી ટ્રેન બે ભાગમાં વહેંચાઈ, યાત્રીઓ સુરક્ષિત

બક્સર : બિહારમાં એક રેલવે દુર્ઘટના થઈ છે. જેમાં બક્સરમાં ડુમરાઓ અને રઘુનાથપુર સ્ટેશન વચ્ચે મગધ એક્સપ્રેસ દુર્ઘટનાનો(Magadh Express Accident)શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન દિલ્હીથી ઈસ્લામપુર જઈ રહી હતી. ત્યારે મગધ એક્સપ્રેસ ટ્રેન બક્સરના ડુમરાઓ અને રઘુનાથપુર સ્ટેશન વચ્ચે અચાનક બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ અકસ્માત લગભગ 11 વાગ્યાની આસપાસ થયો હતો.

કોઈ જાનહાનિ નહિ

ટ્રેનના કેટલાક ડબ્બા મગધ એક્સપ્રેસના એન્જિનથી અલગ થઈ ગયા અને પાછળ રહી ગયા. મગધ એક્સપ્રેસ ટ્રેનની પ્રેશર પાઇપ તુટવાને કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હાલમાં મુસાફરોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે

20802 ડાઉન મગધ એક્સપ્રેસ સવારે 10.58 કલાકે ડુમરાઓ સ્ટેશનથી ઉપડી હતી અને તુડીગંજ સ્ટેશન નજીક પહોંચતા જ S-7 કમ્પાર્ટમેન્ટનું કપલિંગ તૂટી ગયું અને અલગ થઈ ગયું. એસી સાથેનો એસ-7 કોચ આગળ વધ્યો. બાકીના કોચ પાટા પર રોકાઈ ગયા. દરમિયાન ડ્રાઇવરની નજર તેના પર પડતાં જ તેણે રેલવે રોકી હતી.આ અકસ્માત બાદ ડાઉન મેઈન લાઈનની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button