નેશનલ

ગેંગસ્ટર મુખ્તાર અંસારીના સાગરીત શોએબની ગોળી મારીને હત્યા…

બારાબંકી : ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીના સાગરીત અને શૂટર શોએબ ઉર્ફે બોબીની બારાબંકીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે . શોએબ લખનૌ જેલર હત્યા કેસમાં આરોપી હતો. હાલમાં શોએબ બારાબંકીમાં વકીલાત કરતો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ શોએબની કારને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં 10 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારના લીધે નજીકના લોકોમાં ભયમાં મુકાયા હતા. ફાયરિંગ બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી

આ ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ શોએબને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ધોળા દિવસે થયેલી આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.

પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ

આ ગોળીબાર બાદ પોલીસ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જૂની અદાવત કારણભૂત માનવામાં આવે છે. જોકે પોલીસે જણાવ્યું છે કે તેઓ તમામ પાસાઓની તપાસ કરશે. આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. જયારે સલામતીના ભાગરૂપે વિસ્તારમાં વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button