મદ્રાસ હાઇકોર્ટની Anna University Rape કેસમા વેધક ટિપ્પણી, પૂછ્યું કેમ મહિલા મુક્તપણે એકલી ચાલી શકતી નથી
મદ્રાસ: મદ્રાસ હાઈકોર્ટે અન્ના યુનિવર્સિટી કેમ્પસમાં (Anna University Rape)એક વિદ્યાર્થીના યૌન શોષણ મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ને તપાસનો આદેશ આપ્યો છે. એફઆઈઆરમાં તેની ઓળખ જાહેર થયા બાદ પીડિતાને જે માનસિક આઘાત થયો હતો તેના માટે રાજ્ય સરકારને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે પીડિતાને તેના માનસિક આઘાતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીને જરૂરી મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ તેને મફત શિક્ષણ અને છાત્રાલયની સુવિધા આપવી જોઈએ. કોર્ટે પોલીસને પીડિતા અને તેના પરિવારને સુરક્ષા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત અદાલતે મહિલાની સુરક્ષા, તેના અધિકારો અને પોલીસ -સમાજની ફરજો મુદ્દે પણ ટિપ્પણી કરી છે.
SIT ટીમને તપાસનો આદેશ આપવામાં આવ્યો
એફઆઈઆર લીક થવા અંગે ચેન્નાઈના પોલીસ કમિશનર એ. અરુણની દલીલ બાદ કોર્ટે સુનાવણી ફરી શરૂ કરી. આ કિસ્સામાં, પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી હતી અને એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિ જ વાસ્તવિક ગુનેગાર છે. ગુનામાં માત્ર એક જ વ્યક્તિ સંડોવાયેલી છે. જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને વી લક્ષ્મીનારાયણની બેન્ચે ચાલી રહેલી તપાસમાં વિવિધ ક્ષતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ ભારતીય પોલીસ સેવા (IPS) સ્નેહા પ્રિયા, અયમન જમાલ અને બ્રિંદાની ત્રણ મહિલા અધિકારીઓની SIT ટીમને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો ખંડપીઠે કહ્યું કે એસઆઇટી FIR લીક કેસની પણ તપાસ કરશે.
મહિલાઓની સુરક્ષા કરવી એ રાજ્ય અને સમાજની ફરજ
ખંડપીઠે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું કે એફઆઈઆર લીક થવાને કારણે પીડિતાને શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું. જેના કારણે તેને વધુ માનસિક પીડા થઈ છે. મહિલાઓની સુરક્ષા કરવી એ રાજ્ય અને સમાજની ફરજ છે એમ નોંધીને, બેન્ચે જે રીતે એફઆઈઆર લખવામાં આવી હતી તેની ગંભીર નોંધ લીધી અને કહ્યું કે તેણીને દોષી ઠેરવીને અથવા શરમજનક બનાવીને આ કરી શકાતું નથી.
શા માટે એક મહિલા મુક્તપણે એકલી ચાલી શકતી નથી
કોર્ટે કહ્યું, ‘આ મહિલાઓ પ્રત્યે પ્રતિકૂળ છે. બંધારણ સ્ત્રી અને પુરૂષ વચ્ચે ભેદ રાખતું નથી. સમાજે મહિલાઓનું અપમાન કરતાં શરમ અનુભવવી જોઈએ. કોર્ટે વધુમાં પૂછ્યું કે કેમ એક મહિલા મુક્તપણે એકલી ચાલી શકતી નથી, પોતાની ઈચ્છા મુજબના કપડાં પહેરી શકતી નથી અથવા કોઈ પુરુષ સાથે ટીકા કર્યા વિના વાત કરી શકતી નથી.
Also read: સદગુરુના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોલીસ કાર્યવાહી પર રોક લગાવી
પીડિતાના કેસમાં બંધારણની કલમ 21 હેઠળના અધિકારનું ઉલ્લંઘન
કોર્ટે કહ્યું,એફઆઈઆરની સામગ્રી પોતે જ પીડિતના સન્માનના અધિકારનું ઉલ્લંઘન કરતી હોવાનું તારણ આપતાં કોર્ટે કહ્યું હતું કે પીડિતાના કેસમાં બંધારણની કલમ 21 હેઠળના અધિકારનું ઉલ્લંઘન થયું છે.
પીડિતાની મદદ કરવી પોલીસની ફરજ
તેથી તે પીડિતાને વળતર આપવાનું વિચારે છે. આ અગાઉ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે પીડિતા એક વિદ્યાર્થીની છે અને માત્ર 19 વર્ષની છે.તેથી તેની મદદ કરવી પોલીસની ફરજ છે. શું એફઆઈઆર દાખલ કરવામાં પીડિતાને મદદ કરવી અને તેને શબ્દોમાં રજૂ કરવી SHOની ફરજ નથી.