છીંદવાડાઃ મધ્યપ્રદેશના છીંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની કુહાડીથી કાપીને હત્યા થયાનો કમકમાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. પરિવારના સભ્યએ જ આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો. આ પછી આરોપીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ મામલો તામિયા પાસેના જંગલમાં સ્થિત આદિવાસી બહુલ ગામ બોદલકછરનો છે. નિર્દયતાથી આ હત્યા કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી હતી જ્યારે તેઓ સૂતા હતા. પરિવારના એક 10 વર્ષના છોકરા પર પણ કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે તે મૃત્યુ પામ્યો ન હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. એક વ્યક્તિ આમ આઠ જણને કઈ રીતે મારી શકે તે વિશ્વાસ ન આવે તેવી વાત છે, પરંતુ પ્રાથમિક ધોરણે તેણે આવેશમાં આવીને આમ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના સ્થળ નજીક લોકોની ચીસો સાંભળીને આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. આ પછી તેણે લગભગ 100 મીટરના અંતરે દોરડા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ અનુસાર આ ઘટના રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા માહુલઝીર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જે બાદ પોલીસે આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થયા. હત્યાનું કારણ જાણી શકાયું નથી. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Taboola Feed