વિદ્યાર્થીઓને સાન્ટા બનાવતા પહેલા માતાપિતાની મંજૂરી જરૂરી, મધ્ય પ્રદેશના જિલ્લા શિક્ષણ અધિકારીનો આદેશ
ભોપાલ: નાતાલનો તહેવાર નજીક છે એવામાં મધ્યપ્રદેશના એક શિક્ષણ અધિકારીએ જાહેર કરેલો આદેશ ચર્ચામાં છે. મધ્યપ્રદેશના શાજાપુરના જિલ્લા શિક્ષણ અધિકારીએ એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે જો વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાની પરવાનગી વગર ક્રિસમસ સંબંધિત કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવશે તો સરકારી કે ખાનગી શાળાઓ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
શાજાપુર જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ક્રિસમસ સંબંધિત કાર્યક્રમોનો ભાગ ન બનાવવો જોઈએ, જેમાં તેઓ સાન્તાક્લોઝ અને ક્રિસમસ ટ્રી જેવી ડ્રેસ પહેરે છે અથવા નાટક ભૂપત્રો ભજવે છે. કોઈપણ અપ્રિય પરિસ્થિતિ અથવા ઘટનાને રોકવા માટે માતાપિતાની લેખિત સંમતિ જરૂરી છે.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું કે શાળાઓએ આ પરિપત્ર અંગે વાલીઓને જાણ કરવી. શાળાને કહેવામાં આવ્યું છે કે જો આ બાબતે ફરિયાદો મળશે તો તમારી સંસ્થા સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ પણ ફરિયાદો મળી છે. આનો અર્થ એ નથી કે આવો આદેશ શાળાઓમાં નાતાલના કાર્યક્રમો પર પ્રતિબંધ છે.
તેમણે જણાવ્યું હતું કે આ પરિપત્ર આગામી તહેવારોની સીઝન દરમિયાન શાળાઓમાં કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકતો નથી. અગાઉ એવી અનેક ફરિયાદો આવી હતી જેમાં વાલીઓએ જણાવ્યું હતું કે તેમના બાળકોને તેમની સંમતિ વિના શાળાઓમાં આવા કાર્યક્રમોનો ભાગ બનાવવામાં આવી રહ્યા છે અને પરિપત્રનો હેતુ આવી ઘટનાઓને રોકવાનો છે.