નેશનલ

‘તારી મંગેતર સાથે મારું સેટિંગ કરાવી દે’, માલિકે આટલું કહેતા જ નોકરે કરી હત્યા

Crime News: ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે નોકર રઘુવીર અહિરવારની તેના માલિક મહેશ મહેરાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસ મુજબ, મૃતક મહેશ તેના નોકર રઘુવીરની મંગેતર પર ખરાબ નજર રાખતો હતો અને અશ્લીલ વાતો કરતો હતો. જેથી ગુસ્સામાં આવીને રઘુવીરે તેના ભાઈ નરેન્દ્ર સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ રાતોરાત કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર દળના 2000 જવાનને મોકલ્યા

મૃતકની ભાભીએ નોંધાવી હતી ફરિયાદ

12 નવેમ્બરે મહેશ ગુમ થયાની ફરિયાદ તેના ભાભીએ ઈટરખેડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, અંતિમ વખત મહેશ તેના નોકર રઘુવીર સાથે જોવા મળ્યો હતો. જે બાદ પોલીસે રઘુવીરની પૂછપરછ કરી હતી. રઘુવીરે પહેલા તો ઘટના અંગે કંઈ જાણતો ન હોવાનું રટણ કર્યું હતું પરંતુ પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો.

નોકરે કર્યું માલિકનું મર્ડર

રઘુવીરે જણાવ્યું કે, માલિક મહેશ અને તેણે દારૂ પીધો હતો. આ દરમિયાન મહેશે તેની મંગેતર વિશે અપમાનજક ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, તારી મંગેતર સાથે મારું સેટિંગ કરાવી દે. માલિક મહેશના આ વ્યવહારથી તે ક્રોધે ભરાયો હતો અને તેના ભાઈ સાથે મળીને પથ્થરના ઘા મારતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો: Israel Vs Gaza: ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત

પોલીસે મૃતદેહ કબજે કર્યો

આ પછી તેણે શબને એરોસિટી રોડ પર એક નાળામાં નાંખી દીધું હતું. પોલીસે આરોપીએ કરેલી કબૂલાતના આધારે મૃતદેહ શોધી કાઢ્યો હતો અને રઘુવીર સામે હત્યાનો મામલો નોંધીને તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker