નેશનલ

મધ્યપ્રદેશનો દારૂ બન્યો હેરિટેજ

લિકર તાજ અને મેરિયોટ જેવી હોટેલો પણ મળશે આ દારૂ ઘણા વિસ્તારોમાં ખાવાની વસ્તુઓ ફેમસ હોય છે. જેમકે ગોવાની ફેની અને કેરળની તાડી અને તે જ રીતે હવે મધ્યપ્રદેશનો પરંપરાગત મહુઆ દારૂ પણ ફેમસ થયો છે.

જેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. મધ્યપ્રદેશના આ ઐતિહાસિક મહુઆ દારૂને આદિવાસીઓને આગળ વધારવા માટે રિબ્રાન્ડ કરવામાં આવશે. ગત વર્ષે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મહુઆના વેચાણની મંજૂરી આપી હતી અને ત્યારબાદ ઓગસ્ટથી રાજ્યમાં મહુઆનું વેચાણ શરૂ થયું છે.

તાજ અને જેડબ્લ્યુ મેરિયટ જેવી હોટલોમાં લોકોને મહુઆનો સ્વાદ ચખાડવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે આ દારૂ મહુઆના ફૂલોમાંથી બનાવવામાં આવે છે.

જો કે ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ સહિત 12 રાજ્યોની આદિવાસી જાતિઓ મહુવાના ફુલની ખેતી કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. પરંતુ મધ્યપ્રદેશ સરકારે આ ઐતિહાસિક દારૂને રિબ્રાન્ડ કરવાનું વિચાર્યું છે. હાલમાં આ દારૂ મોન્ડ અને મોહુલો નામના બે બ્રાન્ડ હેઠળ વેચાય છે.


જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના ભીલાલા ટ્રાઇબલ ગ્રુપે અલીરાજપુર જિલ્લાના કાઠિવાડા બ્લોકમાં રાજ્યનો પ્રથમ મહુઆ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આઠ મહિના બાદ પણ એક પણ દારૂની બોટલ વેચાઇ નહોતી. જેના કારણે આ કામમાં રોકાયેલા તમામ કામદારોને ટેન્શન થવા લાગ્યું. જો કે એક દિવસ પ્લાન્ટ મેનેજરને ડિસ્ટ્રિક્ટ એક્સાઈઝ ઈન્ચાર્જનો ફોન આવ્યો અને મહુઆ હેરિટેજ લિકરનો ઓર્ડર મળ્યો. એટલે કે મહુઆને હેરિટેજ લિકર જાહેર કર્યા બાદ અને શિવરાજ સરકાર પાસેથી તેના વેચાણની મંજૂરી મેળવ્યા બાદ આ ઓર્ડર મળ્યો હતો.


આ દારૂની 720 mlની બોટલ 800 રૂપિયામાં અને 180 mlની બોટલ 200 રૂપિયામાં વેચાય છે. આ પ્લાન્ટને અત્યાર સુધીમાં દારૂના વેચાણથી 20 લાખ રૂપિયાની કમાણી થઈ છે. એત્યાર સુધીમાં મોન્ડના કુલ 320 બોક્સ વેચાઈ ચૂક્યા છે. દરેક બોક્સમાં 750 મિલીલીટરની કુલ 12 બોટલ હોય છે.


તેમજ ડોંડૌરી જિલ્લામાં રહેતા ગોંડ આદિવાસીઓએ પણ ભાઠા માલ ગામમાં આવો જ એક પ્લાન્ટ સ્થાપયો છે. અહીં બનેલો મહુઆ દારૂ ‘મોહુલો’ નામથી વેચાય છે. દરની વાત કરીએ તો મોન્ડ અને મોહુલો એક જ દરે વેચાય છે.
જો કે સદીઓથી આ આદિવાસીઓ મહુવાના ફૂલોમાંથી બનાવતા આવ્યા છે પરુંતુ બ્રિટિશ યુગ દરમિયાન તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button