Top Newsનેશનલ

મધ્યપ્રદેશ સ્થિત જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર ઉજ્જૈનથી હેલીકોપ્ટર સેવાથી જોડાયું…

ઉજ્જૈન : દેશમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું ચોથું અને મધ્યપ્રદેશમાં સ્થિત શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ હેલીકોપ્ટર સેવાથી સાથે જોડાયું છે. જેમાં હવે ઓમકારેશ્વરના દર્શને આવતા શ્રધ્ધાળુઓ ઉજ્જૈનથી હવાઈ માર્ગે સીધા ઓમકારેશ્વરના દર્શન માટે જઈ શકશે. ઉજ્જૈનથી ઓમકારેશ્વર સુધીની હેલીકોપ્ટર સેવા એક ખાનગી કંપનીએ શરુ કરી છે. જેની માટે શ્રધ્ધાળુઓએ રૂપિયા 6500 રૂપિયા ચુકવવા પડશે.

પીએમ શ્રી હેલી પર્યટન સેવા આજથી શરૂ

આ અંગે પીએમ શ્રી હેલી પર્યટન સેવા આજથી શરૂ થઈ છે. મધ્ય પ્રદેશમાં ભગવાન શિવના બે જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને કારણે દેશભરમાં એક ખાસ ઓળખ ધરાવે છે. તેના દર્શન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ વર્ષ દરમિયાન આ સ્થળની મુલાકાત લે છે. શ્રધ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે આ સુવિધા શરૂ કરી છે. જેના લીધે શ્રધ્ધાળુઓ એક જ દિવસમાં બે જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે.

ઓમકારેશ્વર અને ઉજ્જૈન વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે

આ પ્રસંગે ભાજપના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના લોકો ખૂબ જ ભાગ્યશાળી છે કે તેમને બે જ્યોતિર્લિંગ બાબા મહાકાલ અને બાબા ઓમકારેશ્વરની સેવા કરવાની તક મળી છે. તેમજ આ સુવિધા અંગે શ્રધ્ધાળુઓએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવા ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપશે અને ઓમકારેશ્વર અને ઉજ્જૈન વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે. આ સેવા એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ વૃદ્ધ છે અથવા મુસાફરી કરવામાં અસમર્થ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button