નેશનલ

Garlic Controversy : લસણ મસાલો કે શાકભાજી ? આ અંગે મધ્ય પ્રદેશ હાઇકોર્ટ આપ્યો આ ચુકાદો

ઈન્દોર: લસણને રસોડામાં એક ખાસ ઘટક માનવામાં આવે છે. જે મસાલેદાર શાકભાજી બનાવવામાં વપરાય છે. પરંતુ આખરે લસણ શું છે? તે શાક છે કે મસાલો? (Garlic Controversy)આ પ્રશ્ન એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આ અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે.લસણના વર્ગીકરણને લઈને છેલ્લા 9 વર્ષથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. જેમાં બંને પક્ષો નક્કી કરવા માગતા હતા કે લસણ શાકભાજી છે કે મસાલો. જેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે અને લસણને શાકભાજી ગણી છે જો કે તે મસાલા બજારમાં પણ વેચી શકાય છે.

લસણ નાશવંત છે અને તેથી તે શાકભાજી

આ સમગ્ર બાબત મુજબ એક ખેડૂત સંગઠનની વિનંતી પર મધ્ય પ્રદેશ મંડી બોર્ડે 2015માં લસણને શાકભાજીની શ્રેણીમાં સામેલ કરી હતી. જો કે, તેના પછી તરત જ, કૃષિ વિભાગે તે આદેશને રદ કર્યો અને કૃષિ ઉત્પાદન બજાર સમિતિ અધિનિયમ (1972) ને ટાંકીને તેને મસાલાની શ્રેણીમાં મૂકવામાં આવ્યું.હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફરીથી લસણને શાકભાજીની શ્રેણીમાં મૂક્યું છે. જસ્ટિસ એસએ ધર્માધિકારી અને ડી વેંકટરામનની ડિવિઝન બેન્ચે 2017ના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં લસણ નાશવંત છે અને તેથી તે શાકભાજી છે.

ખેડૂતો બંને બજારોમાં વેચાણ કરી શકે છે

કોર્ટે નિર્ણયમાં એમ પણ કહ્યું કે લસણ શાકભાજી અને મસાલા બજાર બંનેમાં વેચી શકાય છે. તેનાથી વેપાર પરના નિયંત્રણો દૂર થશે અને ખેડૂતો અને વિક્રેતા બંનેને ફાયદો થશે. કોર્ટના આ નિર્ણયથી મધ્યપ્રદેશના હજારો કમિશન એજન્ટોને પણ અસર થશે.

આ કેસ વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ હતો

આ મામલો ઘણા વર્ષોથી હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો. સૌપ્રથમ તો બટાટા-ડુંગળી-લસણ કમિશન એજન્ટ એસોસિએશન 2016માં પ્રિન્સિપલ સેક્રેટરીના આદેશ વિરુદ્ધ ઈન્દોર બેંચ પહોંચી હતી. આ પછી ફેબ્રુઆરી 2017માં સિંગલ જજે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ આ નિર્ણયથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમણે દલીલ કરી હતી કે આ નિર્ણયથી ખેડૂતોને નહીં પરંતુ કમિશન એજન્ટોને ફાયદો થશે.

ડબલ જજની બેન્ચે સુનાવણી કરી હતી

કોર્ટના નિર્ણય બાદ અરજદાર મુકેશ સોમાણીએ જુલાઈ 2017માં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજી હાઈકોર્ટની ડબલ જજની બેંચમાં ગઈ હતી. આ બેન્ચે જાન્યુઆરી 2024માં ફરીથી લસણને મસાલાની શ્રેણીમાં મૂક્યું હતુ. આ ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે કહ્યું કે અગાઉના નિર્ણયથી માત્ર વેપારીઓને જ ફાયદો થશે ખેડૂતોને નહીં. આ પછી લસણના વેપારીઓ અને કમિશન એજન્ટોએ આ વર્ષે માર્ચમાં તે આદેશની સમીક્ષાની માંગ કરી હતી. આ મામલો જસ્ટિસ ધર્માધિકારી અને વેંકટરામનની બેંચ સમક્ષ આવ્યો હતો.

કોર્ટે આદેશમાં શું કહ્યું?

કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ખેડૂતોએ કહ્યું હતું કે લસણને એજન્ટો દ્વારા શાકભાજી તરીકે વેચવાની મંજૂરી આપવી જોઈએ. જ્યારે રાજ્ય સરકારે તેને મસાલા તરીકે વેચવાની ભલામણ કરી છે. આ અંગે મધ્યપ્રદેશ મંડી બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટર ચંદ્રશેખરે કહ્યું કે કોર્ટના આદેશને કારણે કમિશન એજન્ટોને શાકભાજી માર્કેટમાં લસણની બોલી લગાવવાની છૂટ આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…