મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગમખ્વાર રોડ અકસ્માત, પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે. જેમાં એક કાર અને રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ લોકોના મોત થયા. આ અકસ્માત દરમિયાન પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ અકસ્માત ગ્વાલિયરના સિરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હતો. આ અકસ્માત સવારે 6:30 વાગ્યાની આસપાસ ગ્વાલિયર ઝાંસી હાઇવે પર માલવા કોલેજની સામે થયો હતો.
અકસ્માત સવારે 6:30 વાગ્યાની આસપાસ સર્જાયો
ગ્વાલિયર સીએસપીએ જણાવ્યું હતું કે ગ્વાલિયરના મહારાજપુરા વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. ગ્વાલિયરના સીએસપી હિના ખાને જણાવ્યું હતું કે, આજે સવારે 6. 30 વાગ્યે કંટ્રોલ રૂમને હાઇવે પર માલવા કોલેજની સામે અકસ્માતની માહિતી મળી હતી. જેમાં એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ હતી.
મૃતક પાંચે લોકો મિત્ર હતા
આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં પાંચ લોકો હતા તે તમામના ઘટના સ્થળે મોત થયા હતા. આ લોકો ડાબરાથી આવી રહ્યા હતા અને આ પાંચેય મિત્રો હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધા છે.તેમજ ઘટના
અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…રામદેવરા જતાં સાબરકાંઠાના શ્રદ્ધાળુઓનો જોધપુર-જૈસલમેર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ૫નાં મોત



