મધ્યપ્રદેશની 50% સરકારી નર્સિંગ કોલેજો અયોગ્ય, કાર્યવાહીને બદલે સરકારે નિયમો બદલ્યા
ભોપાલ: મધ્યપ્રદેશની નર્સિંગ કૉલેજોમાં મોટાપાયે ગેરરીતીના અહેવાલો પ્રકશિત થયા છે. એક મીડિયા આહેવાલ મુજબ CBIએ રાજ્યની લગભગ 50 ટકા સરકારી નર્સિંગ કોલેજોને અયોગ્ય જાહેર કરી હતી. બીજી તરફ રાજ્ય સરકારે આવી કોલેજોને છાવરી રહી હોવાના પણ આરોપ છે.
અહેવાલ મુજબ CBIના રિપોર્ટમાં સરકારી નર્સિંગ કોલેજો વિશે સત્ય બહાર આવતાની સાથે જ સરકારે નર્સિંગ શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા માટેના નિયમોમાં સુધારો કર્યો અને 2024 માટે નવા નિયમો બનાવ્યા. અહેવાલ મુજબ નર્સિંગ કોલેજ ખોલવા માટે અગાઉ 23000 સ્ક્વેર ફૂટની બિલ્ડીંગની જરૂરી હોય,નવા નિયમ મુજબ હવે આ નર્સિંગ કોલેજ ખોલવા માટે માત્ર 8000 સ્ક્વેર ફૂટની જ બિલ્ડીંગની જરૂર પડશે.
અહેવાલ મુજબ, ભારતમાં નર્સિંગ અભ્યાસક્રમોનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જોગવાઈઓ વિરુદ્ધ જઈને રાજ્ય સરકારે આ નિયમો બનાવ્યા છે.
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ મુજબ ચોક્કસ સંખ્યામાં ફેકલ્ટી સભ્યો, એક કેન્ટીન, લાઇબ્રેરી અને ઓછામાં ઓછા 100 બેડ ધરાવતી હોસ્પિટલની જરૂરી છે. આ માટે ઓછામાં ઓછી 23,720 ચોરસ ફૂટ જગ્યા ફરજિયાત છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં, 19 સંસ્થાઓની માન્યતા રદ કરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે 2020/21માં નોંધાયેલી તમામ સંસ્થાઓની તપાસ માટે CBIને અધિકૃત કરી હતી. આ તપાસના નવીનતમ અપડેટ મુજબ, 670 નર્સિંગ કોલેજોમાંથી લગભગ 50 ટકાને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. 308 સંસ્થાઓના નામ સાથે તપાસના પરિણામો બહાર પાડવામાં આવ્યા હતા; સંસ્થાઓ નામની બાજુમાં ‘અયોગ્ય’, ‘અપૂર્ણ’ અથવા ‘અસ્થિર’ ટૅગ્સ આપવામાં આવ્યા હતા.
સરકારે સત્ર 2024-25 માટે માન્યતાની પ્રક્રિયા શરૂ કરવા માટે હાઈકોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે આ માટે સરકારને મંજૂરી આપી છે.