નેશનલ

મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ ધ્યાન: 15 દિવસમાં બે વાર લેશે મુલાકાત

ભોપાલ: આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે બધા જ પક્ષોએ જોરદાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આવી પરિસ્થિતીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મધ્ય પ્રદેશ તરફ વિશેષ ધ્યાન છે. દરમીયાન આ વર્ષે મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તેથી આ ચૂંટણી એક રીતે લોકસભાની ચૂંટણીની દિશા નક્કી કરશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.

આવી પરિસ્થિતીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવનારા 15 દિવસોમાં બે વાર મધ્ય પ્રદેશનો પ્રવાસ કરવાના છે. લોકસભાની ચૂંટણીમાં પુનરાગમનની તૈયારી કરી રહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પણ ખૂબ મહત્વની છે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર મહીને મધ્ય પ્રદેશમાં સભા લઇ રહ્યાં છે. 14મી સપ્ટેમ્બરના રોજ તેમના હાથે બીના રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું ભૂમીપૂજન કરી પાયો નાંખવામાં આવશે. ત્યાર બાદ દસ દિવસ પછી તે ફરી 25મી સપ્ટેમ્બરના રોજ ભોપાલ જશે અને કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરશે.


આ કાર્યક્રમમાં ભાજપના પાચ જનઆશિર્વાદ યાત્રાનું નિષ્કર્ષ પણ થશે. આ કાર્યકર્તા મહાકુંભ માટે ભાજપે 10 લાખ કાર્યકર્તાઓ ભેગા કરવાની તૈયારી કરી છે. ઓગષ્ટમાં નરેન્દ્ર મોદી સાગર જિલ્લાના પ્રવાસે આવ્યા હતાં. અહીંના બડતુમા ગામમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ મંદિર અને સંગ્રહાલયનો પાયો નાંખ્યો હતો. અગાઉ તેઓ જૂનમાં ભોપાલ આવ્યા હતાં. અને મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં સામેલ થયા હતાં.


ઉપરાંત જુલાઇમાં નરેદ્ર મોદીએ શહડોલમાં આદિવાસી સમાજ સાથે સંવાદ સાધ્યો હતો. હવે ફરી એખવાર વાડ પ્રધાન નરેન્દ્ર મોદી 14 અને 25 સપ્ટેમ્બર એમ બે વાર મધ્ય પ્રદેશની મુલાકાત લેશે.

Show More

Related Articles

One Comment

  1. મંગળવારીય “તરોતાજા” વિશેષ બંધ કરવામાં આવી છે કે શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button