નેશનલ

મધ્ય પ્રદેશ ચૂંટણી: સૌથી મોટી સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની ઈંદોર-૨માં અને સૌથી પાતળી સરસાઈ શાજાપુરમાં ૨૮ મતની

ભેાપાલ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટમીમાં ભાજપના રમેશ મેંદોલાએ સૌથી મોટી સરસાઈથી વિજય ઈંદોર-બેમાંથી મેળવ્યો હતો જેમાં સરસાઈ ૧,૦૭,૦૪૭ મતની હતી, જ્યારે ભાજપના જ ઉમેદવાર અરૂણ ભિમાવાડે સૌથી પાતળી સરસાઈથી જીત શાજાપુરમાં નોંધાઈ હતી જેમાં સરસાઈ ફક્ત ૨૮ મતની હતી. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ પાટીલ અને ભાજપનાં મહિલા વિધાનસભ્ય કૃષ્ણા ગોરે એક લાખથી વધુ મતથી ભવ્ય જીત મેળવી હતી. ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર કરાયા હતા.
ભાજપે ગૃહમાં ૨૩૦ બેઠકમાંથી ૧૬૩ બેઠક જીતીને બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી. જ્યારે કૉંગ્રેસ ફક્ત ૬૩ બેઠક મેળવીને બીજી આવી હતી.
ઈંદોર-બેમાં મેંદોલાએ ૧,૬૯,૦૭૧ મત મેળવીને ૬૨,૦૨૪ મત મેળવનાર ચિંતુ ચૌકસેને હરાવ્યા હતા. કૃષ્ણા ગૌરે ગોવિંદપુરા બેઠક પર કૉંગ્રેસના રવિન્દ્ર સાહુને ૧,૦૬,૬૬૮ મતથી હરાવ્યા હતા. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ બુધની સીટ પરથી છઠ્ઠી વાર ૧,૦૬,૬૬૮ મતની વિક્રમી સરસાઈથી જીત્યા હતા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમ શર્માને હરાવ્યા હતા. ભાજપના રામેશ્ર્વર શર્મા પરંપરાગત હુઝુર બેઠક ૮૭,૯૧૦ મતથી જીત્યા હતા.
૭૧ વર્ષના ભાજપના નેતા ગોપાલ ભાર્ગવ પ્રચાર કરવા ન નીકળ્યા હોવા છતાં તેમના ગઢ સમી રેહલી બેઠકમાં નવમી વાર ૭૨,૮૦૦ મતથી જીત્યા હતા.
ભાજપનાં મહિલા નેતા માલીની ગૌડ તેમની પરંપરાગત ઈંદોર-૪ બેઠકમાંથી ૬૯,૮૩૭ મતથી જીત્યા હતા. અગાઉ આજ બેઠક તેમના પતિ અને ભૂતપૂર્વ મિનિસ્ટર લક્ષ્મણ સિંહ ગૌડે જીતી હતી.
ભાજપના નારાયણ પટેલે
ખંડવા જિલ્લાની માધાતા બેઠક ૫૮૯ મતથી જીત્યા હતા. હર્દા જિલ્લાની ટિમરની બેઠક કૉંગ્રેસના અભિજિત શાહે ૫૯૦ મતથી જીતી હતી. (એજન્સી) ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો