મધ્ય પ્રદેશમાં સપાના સૂંપડા સાફઃ સાયકલમાં પડ્યું પંક્ચર
ઈન્ડિયા ગઠબંધનના મહત્વના પક્ષ એવા સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવએ મધ્ય પ્રદેશમાં ભારે ઉત્સાહ સાથે ચૂંટણી લડી અને મોટા મોટા દાવા કર્યા અને પોતાના જ સાથી પક્ષ કૉંગ્રેસ સાથે જીભાજોડી પણ કરી, પરંતુ હાથમાં કંઈ આવ્યું નહીં. 17 નવેમ્બરે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં લોકોએ 230 બેઠકો માટે મતદાન કર્યું હતું. આ વખતે ચૂંટણીમાં રેકોર્ડ 77.15 ટકા મતદાન થયું છે.
જો બુધની વિધાનસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના બહુચર્ચિત ઉમેદવાર વૈરાગ્યાનંદ જી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની વાત કરીએ તો આજે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તેઓ રેસમાં ક્યાંય દેખાયા ન હતા. આ સાથે એક પણ બેઠકમાં ક્યાંય સાયકલ તો શું હેન્ડલ પણ દેખાતું નથી. બીજી બાજુ મયાવતીની બસપાએ અહીં બે બેઠક પર આગળ છે.
અખિલેશ યાદવે પણ આ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. બેઠકોની વહેંચણીને લઈને પણ કોંગ્રેસ સાથે મતભેદ હતા. આ પછી, સપાએ ઝડપથી 74 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી. જો બુધની વિધાનસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના બહુચર્ચિત ઉમેદવાર વૈરાગ્યાનંદ જી મહારાજ ઉર્ફે મિર્ચી બાબાની વાત કરીએ તો આજે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તેઓ રેસમાં ક્યાંય દેખાતા નથી. પ્રાદેશિક પક્ષોએ એ સમજવું રહ્યું કે તમારા રાજ્યમાં તમે સારું વર્ચસ્વ ધરાવો તેનાથી બીજા રાજ્યમાં તમને મત મળી જાય તે શક્ય નથી.