મધ્ય પ્રદેશમાં અસામાજિક તત્વોએ દરગાહ તોડફોડ કરી ધ્વજ ફરકાવાતા તણાવ, પોલીસની તપાસ શરૂ | મુંબઈ સમાચાર
નેશનલ

મધ્ય પ્રદેશમાં અસામાજિક તત્વોએ દરગાહ તોડફોડ કરી ધ્વજ ફરકાવાતા તણાવ, પોલીસની તપાસ શરૂ

ભોપાલ: મધ્ય પ્રદેશમાં એક દરગાહ તોડી પાડી હોવાની ઘટના સામે આવી હતી. દરગાહ તોડી પાડ્યાની ઘટના બાદ તેના પર ધાર્મિક ધ્વજ પણ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પોહોંચી ગયો હતો, હાલ તો ઘટનાસ્થળ પર શાંતિનો માહોલ છે, પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળી રહેલી વિગતોના આધારે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ગોરગી ગામમાં શુક્રવારે રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ એક દરગાહની તોડફોડ કરી હતી. તોડફોડ કર્યા બાદ આ તત્વોએ દરગાહના ગુંબજ પર ધાર્મિક ધ્વજ પણ લગાવી દીધો હતો. શનિવારે સવારે જ્યારે આ ઘટનાની જાણ મુસ્લિમ સમાજને થઈ, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને તાત્કાલિક ક્ષતિગ્રસ્ત દરગાહનું સમારકામ શરૂ કરાવ્યું હતું. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કોનો હાથ છે તે જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વો સામે કડક કામગીરી કરો, સ્વાગત કાર્યક્રમમાં મુખ્યપ્રધાને આપ્યો આદેશ

આ બનાવ રીવા જિલ્લાના ગુઢ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ગોર્ગી ગામનો છે. જ્યાં મુસ્લિમ સમુદાયના આસ્થાના પ્રતિક ગાજી મિયાંની દરગાહની છે અને તે ઘણી જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનીકોએ જણાવ્યું હતું કે શુક્રવારે જુમ્માની નમાજ પઢવામાં આવી ત્યારે તો અહિયાં બધું સામાન્ય હતું. પરંતુ રાતના સમયે અમુક અસામાજિક તત્વોએ દરગાહમાં તોડફોડ કરવામાં આવી હતી અને ધામિક ઝંડો લગાવી દેવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ સાથે ડીએસપી હિમાલી પાઠક અને એસડીએમ અનુરાગ તિવારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાથી નારાજ મુસ્લિમ સમાજના લોકોને વહીવટીતંત્રે સમજાવીને દરગાહનું સમારકામ કરાવ્યું હતું. મુસ્લિમ સમાજની ફરિયાદ પર પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને મામલાની તપાસ કરી રહી છે. મુસ્લિમ સમાજના લોકોનો આરોપ છે કે અહીં નશાખોરોનો અડ્ડો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button